ધૂનડા સજ્જનપર ગામે 36 ગુઠા જમીન પચાવી પાડતા લેન્ડગ્રેબિંગની ફરિયાદ

0
178
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

રાજકોટ રહેતા જમીન માલિકની ફરિયાદને આધારે ટંકારામાં ગુન્હો દાખલ

ટંકારા : હાલ ટંકારા તાલુકાના ધૂનડા સજ્જનપર ગામે જમીન ધરાવતા રાજકોટના આસમીની 36 ગુઠા જમીન આજ ગામના ત્રણ શખ્સોએ પચાવી પાડતા ટંકારા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એકટ અન્વયે ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ધૂનડા સજ્જનપર ગામે ખેતીની જમીન ધરાવતા ભાવસિંહજી દામજીભાઇ ડોડીયા, રહે. હાલ-રાજકોટ માધવ પાર્ક શેરી નં-૦૩ ગોપાલ ડેરીની સામેની શેરી ૧૫૦ ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોક પાસે, રાજકોટ, મુળ રહે-ઘુનડા વાળાની 36 ગુઠા ખેતીની જમીન આજ ગામના મનજીભાઇ ગોરધનભાઇ ફુલતરીયા, નિલેશભાઇ ગોરધનભાઇ ફુલતરીયા તથા હરેશભાઇ મનજીભાઇ ફુલતરીયાએ પચાવી પાડી વાવેતર કરવા લાગતા લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ તેઓએ અરજી કરી હતી.

વધુમાં ભાવસિંહજી દામજીભાઇ ડોડીયાની અરજી અન્વયે કમિટી દ્વારા મંજુર કરાતા આ મામલે ટંકારા પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩, ૪(૧)(3),૫(ગ) તથા આઇ.પી.સી.કલમ-૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/