પૂલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને સંપૂર્ણ જ્ઞાન હતું કે પુલ જર્જરિત છે, તેને ખુલ્લો મુકવાથી કોઈ પણ અણબનાવ બની શકશે આ મુદાને કેન્દ્રમાં રાખીને 302ની કલમ ઉમેરવા હાઇકોર્ટમાં પિટિશન કરાઈ છે : વકીલ
મોરબી : તાજેતરમા મોરબી વિકટીમ ટ્રેજેડી એસોસિએશનના વકીલ ઉત્કર્ષ દવેએ આજે મોરબી ઝૂલતા પુલ પીડિત પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આ વેળાએ તેઓએ જણાવ્યું હતું કે પીડિત પરિવારોને સાંભળ્યા વગર સુપ્રીમમાં જયસુખ પટેલની જામીન અરજીનો નિકાલ નહિ થાય તેવું આયોજન ગોઠવવામાં આવશે.
વધુમાં તેઓએ કહ્યું કે નામદાર ગુજરાત હાઇકોર્ટે મોરબી બ્રિજ દુર્ઘટના સંદર્ભે મુખ્ય આરોપી જયસુખ પટેલ જે ઓરેવા કંપનીના સીએમડી છે. તેમની જામીન અરજી રિજેક્ટ કરી છે . નામદાર ગુજરાત હાઇકોર્ટની અંદર પીડિત પરિવાર તરફથી અમારી એવી રજૂઆત હતી કે આ કેસની અંદર 350 કરતા વધારે સાક્ષી બનાવવામાં આવ્યા છે. સાક્ષીઓ છે આ સાક્ષીઓ ફલોડ ( ખોટા/ ભૂલભરેલા) સાક્ષીઓ છે. કેસને ડીલે કરવા માટે જાણે ઊભા કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. એવું લાગે છે આ તપાસ જેમના દ્વારા કરવામાં આવી છે તે ડેપ્યુટી એસપી અધિકારીની સંપૂર્ણ તપાસ ફ્લોડ (મિસમેચ/ ભૂલભરેલી) છે. બેઝલેસ છે. આવી હાઇકોર્ટમાં રજુઆત હતી.
બીજી પીડીત પરિવાર દ્વારા એવી રજૂઆતો હતી કે એસઆઇટી દ્વારા તપાસમાં કહેવામાં આવ્યું છે કે ઓરેવા કંપની દ્વારા પૂલની ઉપર કેટલા વ્યક્તિઓ જશે અને કેટલી ટિકિટની વહેંચણી કરવામાં આવે તે અંગે કોઈ અંકુશ મૂકવામાં આવ્યો ન હતો. ચાર્જશીટની અંદર અને નામદાર હાઇકોર્ટની અંદર ચાલતી કાર્યવાહીમાં ઘણી બધી જગ્યાએ એવા ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવ્યા છે કે જેમાં ખબર પડી જાય છે કે કંપનીના સીએમડી જયસુખ પટેલને એ નોલેજ હતું કે આ પૂલ જર્જરિત છે અને એના ઉપર ક્યારેય પણ અકસ્માત થઈ શકે એમ છે. તેમ છતાં પણ પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કોના કહેવા પર પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો ? કેમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો ? આ પ્રશ્નનો કોઈ જવાબ હજુ સુધી મળ્યો નથી. આ લોકોના લીધે 135 લોકો એ જીવ ગુમાવ્યા હતા.
સૌથી મહત્વની વાત નામદાર હાઈકોર્ટમાં કરવામાં આવી હતી કે જામીન આપતી વખતે ગુનાની ગંભીરતા ખૂબ જ મહત્વનો રોલ છે. આ ગુનાની ગંભીરતા એવી છે કે 135 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમે એક એવો પ્રશ્ન મૂક્યો હતો કે નામદાર સુપ્રીમ કોર્ટ ટિકિટ ક્લાર્કની જામીનને ડિસમિસ કરતા એવું કીધું હતું કે આ નાની માછલીઓ છે તો શું આ સીએમડી નાની માછલી છે ? આવો પ્રશ્ન અમે કોર્ટની સમક્ષ મૂક્યો હતો. તમામ રજૂઆતો સાંભળીને નામદાર હાઇકોર્ટે મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી રિજેક્ટ કરી હતી.
નામદાર હાઇકોર્ટે જયસુખ પટેલના જામીન રિજેકટ કર્યા છે તેને અનુસંધાને સુપ્રીમ કોર્ટની અંદર મુખ્ય આરોપી જામીન અરજી મૂકશે તો પીડિત પરિવારો તરફથી કાયદાના અનુસંધાને એવું આયોજન કરવામાં આવશે કે એમને સાંભળ્યા વગર આ અરજીનો નિકાલ ન થાય. વધુમાં નામદાર હાઇકોર્ટની અંદર અમે ફર્ધર ઇન્વેસ્ટિગેશનની માંગ કરતા પિટિશન ફાઈલ કરી છે. જેમાં માંગ કરી છે કે 302 કલમનો ઉમેરો કરવામાં આવે. આ હત્યા હતી. કારણ કે તેઓને સંપૂર્ણપણે જ્ઞાન હતું. પુલ ખુલ્લો મુકવામાં આવે તો કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાઈ શકે. માટે અને આ કલમ ઉમેરવાની માંગ કરી રહ્યા છીએ.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide