હાઇવે ઉપર માટીના ઢગલા કરનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ

0
117
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ મોરબી શહેર અને જિલ્લામાં નેશનલ હાઇવે તેમજ સ્ટેટ હાઇવે ઉપર છાસવારે આરટીઓ અને ખાણ ખનીજના ચેકીંગ સમયે રોડ ઉપર જ માટી અને પથ્થર ઠાલવી ટ્રક ચાલકો નાસી જતા હોવા છતાં ફરિયાદ નોંધવામાં નથી આવતી ત્યારે તાજેતરમાં મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયેલ સમાચાર બાદ હવે પોલીસ સફાળી જાગી છે અને લાલપર નજીક માટીનો ઢગલો કરનાર ટ્રક ચાલકને સીસીટીવીને આધારે પકડી પાડી ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક આવેલ શ્રીજી સિરામિક સામે એક ટ્રક ચાલક ગત તા.7ના રોજ રાત્રીના સમયે રોડ ઉપર માટીનો ઢગલો કરી નાસી જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ સમાચાર મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયા બાદ જિલ્લા ટ્રાફિક વિભાગે સીસીટીવી અને બાતમીદારો મારફતે તપાસ કરી ટ્રકને ઓળખી કાઢ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામના જીજે – 13 – એડબ્લ્યુ – 9773 નંબરના ટ્રક ચાલક આરોપી ધીરુ કુકાભાઈ પંડિતે રોડ ઉપર માટી ઠાલવી હોવાનું સ્પષ્ટ થતા આરોપી ધીરુને પકડી પાડી પૂછતાછ કરતા પોતાના ટ્રકની વ્હીલપ્લેટ તૂટી જતા માટી નાખી નાસી ગયાનું કબુલતા આરોપી વિરુદ્ધ બીએનએસ કાયદા મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/