મોરબી : હાલ મોરબી જિલ્લામાં આજે 18 થી વધુ વયજુથના લોકો માટે 70 સ્થળોએ વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે યુવાવર્ગમાં વેકસીન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આથી વેકસીનેશન કેન્દ્રો ઉપર લોકોની લાઈનો લાગી હતી.કોરોના સામે રક્ષણ મેળવવા યુવાનો વધુ જાગૃત હોવાથી આજે પ્રથમ દિવસે વેકસીન લેવા માટે ભારે ધસારો કર્યો હતો.
મોરબીમાં આજે 18 પલ્સ માટે વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અગાઉથી રજિસ્ટ્રેશન કર્યા વગર સ્થળ ઉપર જ રજિસ્ટ્રેશન કરાવીને યુવાનનો કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. મોરબીના ત્રણ સ્થળો ઉપર વેકસીન લેવા માટે યુવાવર્ગમાં ભારે ઉત્સાહ દેખાયો હતો અને વેકસીન લેવા યુવાવર્ગે લાઈનો લગાવી હતી અને વેકસીનેશન કરાવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide