[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી ગઈકાલે આપી છે જે અન્વયે હાલમાં મોરબી મહાનગર પાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીને જવાબદારી સોંપવામાં આવી છે.
નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેકટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે. જે અનુસાર, મહેસાણા, નવસારી, નડિયાદ (ખેડા), વાપી (વલસાડ), આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામ (કચ્છ)ના જિલ્લા કલેકટરો આ મહાનગરપાલિકાના વહીવટીદાર તરીકે પણ કાર્યભાર સંભાળશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide