દિવાળીને અનુલક્ષી મોરબીથી દાહોદ, પંચમહાલ અને અમદાવાદ માટે ઉમેરાયેલ બસો દોડશે

0
39
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
સીરામીકના શ્રમિકો માટે કારખાનેથી બસમાં પિકઅપ કરવાની પણ વ્યવસ્થા

મોરબી : હાલના આગામી દિવાળીના તહેવારો નિમિતે મોરબી એસટી ડેપો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વધારાના ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી તંત્ર દ્વારા મોરબીથી દાહોદ, પંચમહાલ અને અમદાવાદ તરફ એક્સ્ટ્રા બસો દોડાવાશે અને સીરામીકના શ્રમિકો માટે તેમના કારખાનેથી બસમાં પિકઅપ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

મોરબીમાં દિવાળીના તહેવારો નિમિત્તે બહારગામ હરવા – ફરવા જતા લોકો માટે એસટી તંત્ર દ્વારા વધારાની એસટી બસો ફાળવવામાં આવી છે. જો કે દિવાળી નિમિતે અનેક લોકો બહારગામ રહેતા સગા સંબંધીઓના ઘરે દિવાળી ઉજવવા જતા હોય છે. તેમજ ઘણા લોકો હરવા ફરવા માટે પર્યટન સ્થળ કે ધાર્મિક સ્થળે જતા હોય છે. ત્યારે દાહોદ અને ગોધરા તરફના મોરબીમાં રહેતા ખેતશ્રમિકો દિવાળી નિમિતે પોતાના વતન જતા હોય દાહોદ, પંચમહાલ ઉપરાંત અમદાવાદ, જામનગર તેમજ દ્વારકા તરફ પણ લોકોનો ભારે ઘસારો રહે છે. આથી આગામી દિવાળી નિમિત્તે મોરબી એસટી ડેપો દ્વારા વધારાના બસો ફાળવવામાં આવી છે.મોરબી એસટી ડેપો મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, આગામી 28 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી દાહોદ, ગોધરા, પંચમહાલની પાંચ બસ, જામનગર તરફ બે બસ તેમજ અમદાવાદ તરફ એક બસ અને રાજકોટ માટે ઇન્ટરસિટી બસ સતત દોડતી રહેશે. જ્યારે સીરામીક કે અન્ય મજૂરોને બસ સ્ટેન્ડે આવવામાં હાલાકી ન પડે તે માટે તેઓ બુકીંગ કરાવશે એમ ત્યાં બસ મુકવામાં આવશે અને ત્યાંથી બસમાં પિકઅપ કરવામાં આવશે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/