લેકટર તરીકે સિલેક્ટ થયાનું જણાવી કરોડોના ગવર્મેન્ટ કોન્ટ્રાક આપવાની લાલચ આપી ઠગાઈ કરી હતી : પોલીસે બન્ને આરોપીઓને રીમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી
મોરબી : મોરબીમાં ડેન્ટલ તરીકે પ્રેક્ટીસ કરતા ડોકટરે અન્ય ચાર જેટલા શખ્સોએ સાથે મળીને કલેકટર તરીકે સિલેક્ટ થયાનું જણાવી કરોડોના ગવર્મેન્ટ કોન્ટ્રાક આપવાની લાલચ આપી એક વેપારીને વિશ્વાસમાં લઈને રૂ. 13.60 કરોડની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ મોરબી એ. ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયા બાદ પોલીસે તબીબ સહિતના બે આરોપીઓને ઝડપી લીધા હતા અને બન્ને આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરીને બાકીના આરોપીઓને ઝડપી લેવાની તપાસ આદરી છે.
મોરબીમાં આવેલ શુભ ડેન્ટલ કલીનીકના ડો.વસંત કેશુભાઈ ભોજવિયા, પ્રદીપકુમાર કારેલીયા , જયેશ ઉર્ફે રોહિત સોલંકી, રચના સિંધ સહિતના પાંચ શખ્સોએ સાથે મળીને વેપારી વિજયભાઈ નાથાભાઈ ગોપાણી રહે- ઉમિયાનગર, દ્રારકેશ એપાર્ટમેન્ટ વાળા સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી અગાઉથી ગુનાહિત કાવતરું રચી વેપારીને વિશ્વાસમાં લઇ અલગ અલગ પ્રકારે લાલચ આપી હતી. જેમાં આરોપી ડો.વસંત કેશુભાઈ ભોજવિયા પોતે આઈ.એ.એસ. (કલેકટર)માં પાસ થઇ ગયા હોય અને રૂપિયાની જરૂરિયાત હોય જે બહાના હેઠળ કટકે કટકે પ્રથમ રૂ.30 લાખ રોકડા મેળવી લીધા હતા.
તથા આરોપી પ્રદીપકુમાર કારેલીયાની સસરા તરીકે ઓળખ આપી તેની સાથે મળી ફરિયાદી વિજયભાઈને અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાના નામથી રૂ. 1 હજાર કરોડ રૂપિયાનો દસ વર્ષ માટે કોન્ટ્રકટ કામ અપાવવાની લાલચ આપી અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાના અશોક સ્થંભના લોગો વાળા ટ્રેડર્સ પેપર તથા એગ્રીમેન્ટ પેપર સીપ્રા સિરામિક પ્રાઈવેટ લીમીટેડ મોરબીના નામના તૈયાર કરાવડાવી આરોપી જયેશ ઉર્ફે રોહિત સોલંકીએ ફરિયાદી વિજયભાઈની સહીઓ મેળવી અલગ અલગ રીતે આરોપી ડો.વસંત ભોજવિયા, પ્રદીપકુમાર કરોલીયા અને જયેશ ઉર્ફે રોહિત સોલંકીએ કુલ મળી રૂ.13.60 કરોડ બદઈરાદાથી મેળવી ઉપર મુજબ કોન્ટ્રાક્ટ નહિ આપી ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી.જેના પગલે પોલીસે આરોપી ડો.વસંત ભોજવીયા અને જયેશ ઉર્ફે રોહિત સોલંકીને ઝડપી લીધા હતા. આ બનાવ અંગે એસ.ઓ.જી.પી.આઇ આલએ જણાવ્યું હતું કે, આ બન્ને આરોપીઓને રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવશે અને બાકીના આરોઈઓને ઝડપી લેવા તપાસ ચાલુ હોવાનું જણાવ્યું
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide