[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હાલ મોરબીના શનાળા રોડ પર આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળા પાસે ગટરના પાણી ભરાયેલા રહેતા શાળાએ આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી ભરવાની સમસ્યા યથાવત છે. મોરબી નગરપાલિકામાં આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઈ સમાધાન થયું નથી.
આગળ ગટરનો પાઈપ તૂટી ગયો હોવાથી ગટરના પાણી રસ્તા પર ભરાયેલા રહે છે. જેના કારણે અત્યંત દુર્ગંધ પણ આવી રહી છે. ગટરના પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બીમારી ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. આ અંગે અનેક વખત મોરબી નગરપાલિકામાં રજૂઆતો કરી છે. પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ત્યારે તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide