મોરબી : તાજેતરમા મોરબીના ધરમપુર ગામે બે શખ્સોએ નશાની હાલતમાં ડિગલ કરી નાના એવા ગામને માથે લઈ કરિયાણાની દુકાન બંધ કરાવી બાદમાં મહિલાને માર મારતા એકત્રિત થયેલા ગ્રામજનોના ટોળાએ બન્ને શખ્સોને મેથીપાક આપતા બન્ને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ઇજાગસ્તે ડૉકટર સાથે પણ બાબલ કરી હતી.
આથી, આ શખ્સને ડોક્ટરે પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસ કસ્ટડીમાં રહેલા એ શખ્સની તબિયત લથડતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્તા આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવ અંગે માર મરનાર ટોળા સામે મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી છે. તે પૂર્વે કરિયાણાંની દુકાનમાં બન્ને નશાખોરોએ બઘડાટી બોલાવતા મહિલાએ મૃતક અને અન્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
મોરબીના ધરમપુર ગામે રહેતા ભરતભાઈ રામજીભાઈ કોળી અને જગદીશભાઈ દુદાભાઇ ઠાકોર ગઈકાલે બપોરના સમયે દારૂના નશામાં ધમાલ મચાવી હતી અને કરિયાણાની દુકાન બંધ કરાવી ગામની મહિલાઓને પણ માર માર્યો હતો. આથી, આ મામલો તંગ બનતા કેટલાક શખ્સોના ટોળાએ આ બન્ને શખ્સોને માર માર્યો હતો. આથી, બન્નેને ઇજા થવાથી બંને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં હોસ્પિટલના સ્ટાફ સાથે પણ ભરત કોળી દ્વારા એલફેલ બોલીને ઝઘડો કરવામાં આવતા હોસ્પિટલ સત્તાવાળાઓએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide




















