રાજકોટ: તાજેતરમા મહાનગરપાલિકામાં આજે જનરલ બોર્ડ મળશે ત્યારે આ બોર્ડમાં એજન્ડા માટે કુલ 9 દરખાસ્ત મુકવામાં આવેલી છે એટલું જ નહીં આ બોર્ડ બેઠકમાં ભાજપના 16 કોર્પોરેટર હોય પ્રશ્ન પૂછ્યા છે
જ્યારે વિપક્ષ એટલે કે કોંગ્રેસના બે કોર્પોરેટર કુલ છ પ્રશ્નો પૂછેલા છે ત્યારે આજે યોજાના જનરલ બોર્ડમાં કુલ 38 પ્રશ્નોની યાદી છે પરંતુ જે રીતે દર વખતની જેમ એક જ પ્રશ્નમાં જનરલ બોર્ડ પૂરું કરી દેવામાં આવશે એટલું જ નહીં ભાજપના કોર્પોરેટરો દ્વારા જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તે જાણે સરકારી આંકડા હોય તે મુજબના છે એટલે આજે યોજનાર જનરલ બોર્ડ સંપૂર્ણ નિરાશ રહે તો પણ નવાઈ નહીં. જો પ્રશ્નોત્તરી અંગે વાત કરવામાં આવે તો ભાજપના કોર્પોરેટર હાર્દિક ગોહિલ દ્વારા પ્રથમ પ્રશ્ન પૂછવામાં આવશે જેમાં ભાજપના કુલ 16 અને કોંગ્રેસના બે સભ્યોએ મળી 38 પ્રશ્નો રજૂ કર્યા છે જેમ મોટાભાગે પ્રશ્નો એવા છે કે જેની માહિતી રેકર્ડ ઉપરથી મળી જતી હોય જ્યારે કોંગ્રેસે ટીપી સ્કીમ જેવા પ્રશ્નો પૂછ્યા છે પરંતુ આ પ્રશ્નો પૂછવાનો વારો જ જનરલ બોર્ડમાં નહીં આવે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
જનરલ બોર્ડમાં પ્રથમ પ્રશ્ન મોટામવા , માધાપર, મુજકા તથા મનહરપુર ગામમાં તંત્ર દ્વારા કરેલી કામગીરી, કરેલું બાંધકામ, ડ્રેનેજ વોટર વર્ક શાખા દ્વારા કરેલી કામગીરીની વિગતો માંગવામાં આવેલી છે જ્યારે બીજા ક્રમે ઈએસઆર તથા જીએસઆર ની સાથોસાથ નવા પંપીંગ સ્ટેશનના આયોજન, કોર્પોરેશન બિલ્ડીંગ પર સોલાર રૂૂફટોપ, વેરા વસુલાતમાં ટાર્ગેટ કેટલો બાકી સહિત મલેરીયા શાખાની છ માસની કામગીરી પણ પૂછવામાં આવી છે.
મળતી માહિતી મુજબ હાલ રાજકોટ શહેરમાં કેટલા આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે અને છેલ્લા છ મહિનામાં કેટલા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો, રોડ ડિવાઇડર વચ્ચેના હોલ્ડિંગ ની મંજૂરી, સહિત અનેક એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેનો કોઈ નક્કર ફાયદો ન થાય તેવા છે અને આ તમામ પ્રશ્નો રેકોર્ડ ઉપર મળી જાય તેવા છે ત્યારે હવે પ્રશ્ન એ છે કે આ પ્રકારના પ્રશ્નો જનરલ બોર્ડમાં પૂછવાનો મતલબ શું. ? ચાલુ વર્ષની બાકી વેરાની વસુલાત, પાંચ લાખથી મોટા બાકીદારો હોય તેમની યાદી રાજકોટમાં ડ્રિંકિંગ વોટર ના કુલ કેટલા વિક્રેતાઓ છે અને તેમના માટે લેવામાં આવેલા સેમ્પલો ની યાદી સહિત અનેકવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. મહત્વની વાત તો એ છે કે આ જનરલ બોર્ડ નવયુક્ત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા માટેનું પ્રથમ બોર્ડ હશે કારણકે તેઓએ હમણાં જ મહાનગરપાલિકાના કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે અગાઉ તેઓએ જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ કામ કરેલું છે પરંતુ રાજકોટમાં આઠ મહિના પહેલા અગ્નિકાંડ સર્જાયા બાદ મહાનગરપાલિકા નો વહીવટ થપ થઈ ગયો હતો અને આ અંગેની ફરિયાદ ઠેઠ કેન્દ્ર સરકાર દિલ્હી સુધી પહોંચી હતી ત્યારે ફરીથી આ કામગીરીને વેગ આપવા માટે હાલ સરકાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે તેમાં પણ કોઈ શંકાને સ્થાન નથી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide