હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા શહેરમાં આવેલું એક માત્ર બેન્ક ઓફ બરોડાનું ATM છેલ્લા 10 મહિનાથી બંધ છે. અવાર નવાર એને ચાલુ કરવાની માગણી કરવામાં આવી હોવા છતાં બંધ રહેતા રોષે ભરાયેલા વેપારીઓએ ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે.
શહેરની આશરે 45 હજારની વસતી વચ્ચે એક માત્ર ATM છે. રવિવારે બેન્ક બંધ હોય ત્યારે લોકો માટે અને ખાસ કરીને નોકરિયા વર્ગ માટે આ ATM આશીર્વાદરૂપ હતું. ઉપરાંત રોજ બેન્ક બંધ થયા પછી પણ રોકડ ઉપાડવા માટે અહીંના માછીમારો, નાના કારીગરો માટે ATM ખૂબ ઉપયોગી છે.
જોકે ATM લાંબા સમયથી બંધ હોવા અંગે અવારનવાર કરવામાં આવેલી રજૂઆત પછી પણ ચાલુ કરવામાં આવ્યું નથી. છેવટે 31 ડિસેમ્બર સુધીનું આખરીનામું આપીને તા. 01 જાન્યુઆરીએ વેપારી મંડળના પ્રમુખ અને સદસ્યો બેન્ક સામે ઉપવાસ પર બેસશે. જેની સઘળી જવાબદારી તંત્રની રહેશે એવું વેપારીઓએ જણાવેલ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide