ઈદની ઉજવણીમાં ઘરે સરળતાથી બનાવી લો આ રેસિપિ

0
25
/

હાલ રમઝાનના ઉપવાસના છેલ્લા દિવસે ઈદ ઉલ-ફિત્ર ઉજવવામાં આવે છે. એ વાત તો દરેકને ખબર હોય છે કે, મુસ્લિમ ભાઈ-બહેનો આ તહેવારને ખુશીથી એકબીજા સાથે મળીને ઉજવતા હોય છે. આ દિવસે મુસ્લિમ સમુદાય 30 દિવસ બાદ પહેલીવાર દિવસે ભોજન લેતા હોય છે. આથી આ દિવસે ઘરમાં જાયકેદાર અને સ્વાદિષ્ટ ભોજન તો બને જ. આ અવસરે ખાસ વ્યંજન ઘરે બનાવવામાં આવે છે, જે કદાચ સામાન્ય દિવસોમાં ઘરે બનતા ના હોય. આખો દિવસ એકબીજાને ઈદની મુબારક બાદ આપવાનો સિલસિલો ચાલતો હોય છે. આથી આ દિવસે લોક દિલથી મહેમાનોને આવકારવામાં લાગી જાય છે. તો તમે આ ખાસ દિવસે ટ્રાય કરો શીર ખુરમાની રેસિપિ.

શીર ખુરમા

સામગ્રી

-1 પેકેટ ઝીણી સેવઈ

-4 લીટર દૂધ

-1 કપ ખાંડ

-1/2 ટી સ્પૂન ઈલાયચી પાવડર

-1 કપ ડ્રાયફ્રૂટ્સ

-1/2 કપ ફ્રેશ મલાઈ

-1/2 ટી સ્પૂન કેસર

-1/2 કપ કિસમિસ

-1/2 ટી સ્પૂન ગુલાબ જળ

-1 ચમચી બટર

બનાવવાની રીત

સૌપ્રથમ સેવઈને એક પેનમાં ઘી કે બટર નાખીને શેકી લો. લાઈટ બ્રાઉન રંગની થાય અને તેની સુંગંધ આવે ત્યાં સુધી ફ્રાય કરો. ત્યાર બાદ તેમાં પા કપ ખાંડ નાખીને ફ્રાય કરો. ખાંડ ઓગળી જાય એટલે તેમાં કપની મદદથી ધીમે-ધીમે દૂધ ઉમેરો. દૂધ એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ચઢવા દો. દૂધ ઘટ્ટ થઈ જાય એટલે તેમાં કાજુ, બદામ અને પિસ્તા જેવા ડ્રાયફ્રૂટ્સ ઉમેરો. હવે દૂધ એક તૃત્યાંશ રહી જાય ત્યાં સુધી સારી રીતે તેને ચઢવા દો. આ દરમિયાન તેમાં બાકી રહેલી ખાંડ ઉમેરી દો. દૂધ બળીને પા ભાગનું થઈ જશે ત્યાં સુધીમાં સેવઈ પણ સારી રીતે ચઢી ગઈ હશે. એટલે હવે તેમાં ગુલાબજળ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં મલાઈ ઉમેરીને ફરીથી 10 મિનિટ સુધી સારી રીતે ચઢવા દો. હવે છેલ્લે તેમાં કેસર અને ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરીને ગરમા-ગરમ શીર ખુરમા સર્વ કરો.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/