મોરબી: ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને પાલિકાના પ્રમાણપત્ર મેળવવા અંગે સૂચના

0
69
/

મોરબી : હાલ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો સાથે અમુક ખાસ પ્રમાણપત્રો ઉમેદવારે જોડવાના રહે છે. જે માટેની ખાસ વ્યવસ્થા મોરબી નગરપાલિકા કચેરીમાં ગોઠવવામાં આવી છે.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર ગિરીશ સરૈયાએ આ અંગેની જાણકારી આપતા જણાવ્યું છે કે, ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરવાના થતા શૌચાલય અને મિલકત બાબતોના પ્રમાણપત્રો પાલિકા કચેરીમાંથી મેળવવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જે મુજબ જે ઉમેદવાર પાસ પોતાની મિલ્કત હોય તો મિલકત આકારણી નંબર તથા મિલ્કત ન હોય તો મિલ્કત ધરાવતા નથી એ અંગેનું સોગંદનામું તથા હાલ રહેતા હોય એ મિલ્કતમાં શૌચાલય છે એ અંગેનો ઉલ્લેખ કરી, બાંહેધરી આપી સોગંદનામું રજૂ કરવાનું રહે છે. ત્યારબાદ પ્રમાણપત્ર મેળવવા મોરબી નગરપાલિકા રૂમ નંબર 7માં દલસુખભાઈ પટેલ (મો.નં. 99748000815) તથા શૌચાલય બાબતના પ્રમાણપત્ર મેળવવા રૂમ નંબર 8માં સેનેટરી ઇન્સ્પેકટર કે.એચ. જાડેજા (મો.નં. 9099054422) પર સંપર્ક કરવા એક અખબારી યાદીમાં પણ જણાવાયું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/