[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હળવદ : હાલ છેલ્લા ચાર દિવસમાં હળવદ શહેર ગ્રામ્ય અને પંથકમાં પીજીવીસીએલની જુદી જુદી 20 ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં રૂપિયા 50.18 લાખની વીજ ચોરી ઝડપાઈ છે.
હળવદ પીજીવીસીએલ હેઠળ આવતા હળવદ શહેરના જુદા જુદા વિસ્તારો તેમજ હળવદ ગ્રામ્ય પંથકના સાપકડા, ભલગામડા,પલાસણ,માથક, રણછોડગઢ,રાયધ્રા,નવા દેવળીયા, જુનાદેવળીયા,નવા ઘનશ્યામગઢ, મિયાણી, રાયસંગપર અને સરા ડિવિઝનમાં આવતા નારીયેળી,જેપર મ,નવા રાયસગપર, રાણીપાટ, વેલાળા સહિતના ગામોમાં પીજીવીસીએલની જુદી જુદી ટિમો દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.50.18 લાખની વીજ ચોરી ઝડપાઈ છે બીજી તરફ આ વીજ ચેકિંગ આવતા દિવસોમાં પણ ચાલુ રહેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide