મોરબી : મોરબી શહેરના ખીજડીયા રોડ રણછોડનગર – 2માં છેલ્લા કેટલાક સમયથી ગટરો ઊભરાય છે.જેનાથી રહેવાસીઓ તંગ આવી ગયા છે. ત્યારે જો આ સમસ્યાનો તાકીદે ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની રહેવાસીઓએ ચીમકી ઉચ્ચારી છે.
મોરબી શહેર ‘આપ’ના મહિલા મોરચાના પ્રમુખ શિલ્પાબેન કક્કડે આ અંગે નગરપાલિકામાં કરેલી રજૂઆત મુજબ ખીજડીયા રોડ,રણછોડનગર – 2માં છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાય છે.આ અંગે અનેક વખત રજુઆત કરવામાં આવી છે.તેમ છતાં આ સમસ્યાનો આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. વારંવાર આવેદન આપવા છતાં પણ આ સમસ્યા ઉકેલાઈ નથી. ત્યારે આ પ્રશ્નનું ઝડપી નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે.તેમ રજૂઆતના અંતે જણાવ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide