હાલ અનેકવાર એવું બને છે કે લગ્નના સમયથી લઈને થોડો સમય સુધી બધું નોર્મલ રહે છે પણ અચાનકથી કેટલીક મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે. તેનાથી લગ્ન જીવન ખતમ થવાની શક્યતાઓ વધી જાય છે. તમને વિશ્વાસ નહીં આવે પણ અનેકવાર એકબીજાની કેટલીક આદતોને લઈને ઝઘડા શરૂ થાય છે અને પછી સંબંધો ખતમ થવાની વાત પણ આવે છે. પણ જો તમે બેડરૂમમાં કેટલીક ખાસ આદતો અપનાવી લો છો તો તમારા સંબંધોમાં કોઈ અંતર આવશે નહીં અને સાથે એકમેક માટે સન્માન અને પ્રેમ પણ વધશે. તો જાણો તમે તમારા સંબંધને કઈ રીતે નવો રંગ આપી શકો છે. તમારે કેટલીક નાની આદતોમાં ફેરફાર કરી લેવાની જરૂર છે.
1. જો તમારા બંનેનો સૂવાનો સમય અલગ અલગ છે તો સૌથી પહેલા આ આદતને સુધારી લો. કોશિશ કરો કે તમે બંને સાથે સૂવા જાઓ. એક સૂઈ જાય અને બીજી વ્યક્તિ કામ જ કરતી રહે તેવું ન થાય તેની કાળજી રાખો.
2. કોશિશ કરો કે તમે જ્યારે સૂવા જાઓ ત્યારે તમારા હાથમાં મોબાઈલ ન હોય. બેડરૂમમાં ટીવી રાખવાનું પણ ટાળો. શક્ય હોય તો બંને સાથે સ્લો મ્યુઝિક સાંભળો. સૂતા પહેલા લેપટોપ, મોબાઈલ, ટીવીમાં સમય વીતાવવાનું ટાળો. થોડો સમય પાર્ટનર સાથે વીતાવો. આમ કરવાથી એકમેકને સમજવાનો સમય મળશે અને પ્રેમ વધશે.
3. કામ કરનારી મેડ, ઓફિસની પોલિટિક્સ, સંબંધીઓની નિંદા કરવાથી સારું છે કે આ સમયે તમે બંને એકમેકની સાથે વાત કરો. પ્રેમભરી વાતો તમારા સંબંધને મજબૂતી આપશે.
4. એકમેક પર ધ્યાન આપો. નાની નાની વાતો પણ પાર્ટનર કરે છે તો તે ખાસ બની જાય છે. કોશિશ કરો કે સૂતા પહેલા પાર્ટનરને અહેસાસ કરાવો કે તે તમારા માટે કેટલા સ્પેશિયલ છે. ક્યારેક નહીં આ કામ રોજ કરવું જરૂરી છે.
5. અલગ અલગ રીતે પ્રેમનો એકરાર કરો. પછી તે વખાણ હોય, નાની ગિફ્ટ હોય તો પણ ચાલશે.
6. એકમેકને ગુડનાઈટ કિસ આપવાનું ચૂકશો નહીં. નાની કોશિશ માહોલને સકારાત્મક બનાવશે. સાથે જ તમારો સંબંધ પણ ખાસ બનશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide