જ્યંતિભાઈ કવાડીયા નાદુરસ્ત તબિયતના લીધે સારવાર હેઠળ
મોરબી : હાલ રાજ્યના પૂર્વ પંચાયત મંત્રી જ્યંતિભાઈ કવાડીયાની તબિયત નાદુરસ્ત થતા તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આથી, રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા એ રૂબરૂ હોસ્પિટલ પહોંચી જ્યંતિભાઈ કવાડીયાની તબિયતની પૃચ્છા કરી હતી.
મોરબી જિલ્લાના હળવદ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પંચાયત મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપા ઉપપ્રમુખ તરીકે જવાબદારી વહન કરતા જયંતિભાઇ કવાડીયાની નાદુરસ્ત તબિયતની સારવાર અર્થે યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયતની રૂબરૂ હોસ્પિટલ ખાતે જઇને ખબરઅંતરની પૃચ્છા કરતાં પંચાયત,શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વતંત્ર હવાલો),ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા તેઓનું સ્વાસ્થ્ય સત્વરે નિરામય થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide