હવે ખાતરની સબસીડીમાં 140 ટકા વધારો કરી રૂ.500 ને બદલે રૂ.1200 કરતા વડાપ્રધાન મોદી
મોરબી : ખેડૂતો માટે અત્યંત જરૂરી ગણાતા ડીએપી ખાતરના ભાવ વધારાને લઈ ખેડૂતો અને સતાધારી પક્ષના લોકોમાં જ વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે ખાતરની સબસિડીમાં 140 ટકાનો ઐતિહાસિક વધારો કરવાનો નિર્ણય કરતા હવે ખેડૂતોને રૂપિયા 1200માં જ ડીએપી ખાતરની બેગ મળશે.
રાસાયણિક ખાતરના ભાવ વધારાને લઈ આજે બુધવારે વડાપ્રધાન મોદીએ ખાતરના ભાવોના મુદ્દે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી ઐતિહાસિક નિર્ણય લીધો હતો અને ખેડૂતોને જુના ભાવે જ ખાતર મળી રહે તે માટે પ્રતિ બેગ રૂપિયા 1200 સબસીડી ચૂકવવા નિર્ણય કર્યો હતો. ખેડૂતોના હિત માટે સરકારે અબસીડીમાં 140 ટકા વધારો કર્યો છે આ સબસિડી પાછળ આશરે રૂ. 14,775 કરોડ જેટલો ખર્ચ થશે.
ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને વાવણી સમયે ઉપયોગમાં આવતું ડીએપી ખાતર ગયા વર્ષે પ્રતિ બેગ રૂ.1,700 ના ભાવે વેચાતું હતું. જેમાં કેન્દ્ર સરકાર બેગ દીઠ 500 રૂપિયાની સબસિડી આપી રહી હતી. પરંતુ આંતરાષ્ટ્રીય સ્તરે ખાતર બનાવવાના ઉપયોગમાં આવતા ફોસ્ફોરિક એસિડ, એમોનિયા વગેરેના ભાવમાં વધારો થતાં કંપનીઓ દ્વારા ખાતરના ભાવમાં વધારો કરી પ્રતિબેગના ભાવ રૂ.2400 કરવામાં આવતા દેશભરમાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો રહ્યો છે એ જ રીતે ભાજપના મુખ્યમંત્રી, સાંસદ અને ધારાસભ્યોએ પણ ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆતો કરી હતી. અત્યાર સુધી ખાતરની બેગ દીઠ રૂ. 500 ની જગ્યાએ સબસિડી આપવામાં આવતી હતી. જેમાં વધારો કરવામાં આવતા હવે ડીએપીની એક થેલી 2400 ની જગ્યાએ 1200 રૂપિયામાં જ ખેડૂતોને મળશે
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, તેમની સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને ખેડૂતોને ભાવવધારાના પરિણામનો સામનો ન કરવો પડે તે માટે તમામ પ્રયત્નો કરશે. કેન્દ્ર સરકાર દર વર્ષે રાસાયણિક ખાતરો માટેની સબસિડી પર લગભગ 80,000 કરોડનો ખર્ચ કરે છે. ડીએપીમાં સબસિડીમાં વધારા સાથે, ભારત સરકાર ખરીફ સીઝનમાં સબસિડી તરીકે વધારાના 14,775 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide