હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

0
5
/

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. સાથે જ યાર્ડમાં મગફળીની હરરાજી બંધ કરાવી હતી. તો બીજી તરફ આવકને ધ્યાને લઈ યાર્ડ દ્વારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની નવી આવક પણ બંધ કરવામાં આવી છે.

હળવદ માર્કેટ યાર્ડમાં મગફળીની આવકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. અને દરરોજ 15 હજારથી વધુ મણ મગફળીની આવક થઈ રહી છે. ગઈકાલે મગફળીનો જે ભાવ બોલાઈ રહ્યો હતો. તેનાથી ઓછો આજે ભાવ બોલાતા ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. સાથે જ યોગ્ય ભાવ ન મળે ત્યાં સુધી મગફળીની હરરાજી બંધ કરાવી છે.
ખેડૂતો કહી રહ્યા છે કે ગઈકાલ કરતાં આજે એક મણના 200 થી 250 રૂપિયા સુધીનો ભાવ ઘટાડો છે. આજે 800 થી માંડી 1100 રૂપિયા સુધીનો જ ભાવ ખેડૂતોને અપાઈ રહ્યો છે. જ્યારે ગઈકાલે 900થી માંડી 1300 રૂપિયા સુધીનો ભાવ હતો.જેથી ખેડૂતોની માંગ છે કે નીચામાં નીચો બારસો રૂપિયાનો ભાવ થાય તો જ હરરાજી કાર્ય ચાલુ થવા દઈશું નહીંતર હરરાજી બંધ રહેશે.
બીજી તરફ મગફળીની આવકને ધ્યાને લઈ આજે હળવદ માર્કેટ યાર્ડ દ્વારા મગફળીની નવી આવક લેવાનું સંપૂર્ણ બંધ કર્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/