દીપોત્સવી-2021 પર્વ અને તહેવારોના શુભ મુહૂર્તો વષે જાણો માહિતી

0
66
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : આ વર્ષની દિવાળીના શુભ મુહૂર્તો (સંવત ૨૦૭૭/૭૮)

દિવાળી અને માર્ચ એન્ડના ચોપડા નોંધાવવાનાં મુહૂર્તો

(૧) આસો વદ-૭ ગુરૂવાર તા. ૨૮-૧૦-૨૦૨૧ ગુરૂપુષ્યામૃત સિદ્ધિયોગ બળવાન.

સવારે ૧૦-૫૮ થી ૧૫-૧૪ ચલ, લાભ, અમૃત ચોઘડિયા અને બુધ, ચંદ્ર અને ગુરુની હોરા શ્રેષ્ઠ.

સાંજે ૧૬-૩૯ થી રાત્રે ૨૧-૧૨ શુભ, અમૃત અને ચલ ચોઘડિયા સર્વોત્તમ. શુક્ર, બુધ, ચંદ્ર અને ગુરૂની હોરા લક્ષ્મીદાયક.

આસો વદ-૮ શુક્રવાર તા.૨૯-૧૦-૨૦૨૧ પુષ્ય નક્ષત્ર બળવાન.
સમયઃ સવારે ૦૬-૪૪ થી ૧૦-૫૦ સુધી ચલ, લાભ અને અમૃત ચોઘડિયા ઉત્તમ. નવા વર્ષના અને માર્ચ એન્ડના ચોપડા નોંધાવવા તેમજ લાવવા માટે આ બંને દિવસ ઉત્તમ છે સાથે-સાથે સોનું, ચાંદી, ઝવેરાત ખરીદવા માટે ઉત્તમ તથા સિદ્ધયંત્રોની સ્થાપના – પૂજા માટે ઉત્તમ દિવસ.

ધનતેરશ-ધનપૂજા-ઈન્દ્ર-કુબેર-લક્ષ્મી પૂજન

આસો વદ-૧૨/૧૩ મંગળવાર તા.૦૨-૧૧-૨૦૨૧
દ્વાદશી તિથિ સવારે ૧૧:૩૧ સુધી છે. શાસ્ત્રના નિયમ પ્રમાણે પ્રદોષયુક્ત નિશીથ વ્યાપીની ત્રયોદશી હોય અને પૂજા માટે ગ્રાહ્ય કરવી જેથી ધનતેરશ નો સંપુર્ણ દિવસ ૦૨/૧૧/૨૦૨૧ મંગળવાર રહેશે.

સમયઃ સવારે ૦૯-૩૫ થી ૧૩-૪૦ ચલ – લાભ – અમૃત ચોઘડિયા અને બુધ – ચંદ્ર અને ગુરુની હોરા ધન-લાભકર્તા.

બપોરે ૧૫-૧૨ થી ૧૬-૩૫ શુભ ચોઘડિયુ અને શુક્ર – બુધની હોરા શ્રેષ્ઠ ધનયોગકર્તા.

સાંજે ૧૯-૩૬ થી રાત્રે ૨૧-૧૨ લાભ ચોઘડિયું, ગુરૂની હોરા ઉત્તમ.

રાત્રે ૨૨-૪૦ થી ૨૭-૩૪ શુભ, અમૃત અને ચલ ચોઘડિયા તથા શુક્ર-બુધ-ચંદ્ર અને ગુરુની હોરાઓ ધનધાન્ય અભિવૃદ્ધિકર્તા.

આ સમયમાં મહાલક્ષ્મી-ધનપૂજન તથા વૈધો અને ડોક્ટરોએ શ્રી ધવંતરિ ભગવાન અને શ્રી અશ્વિનીકુમારનું પૂજન કરવું. ધનપૂજા, શ્રીયંત્ર, કુબેરયંત્ર અથવા કનકધારા યંત્રનું પૂજન કરવું અથવા નવા યંત્રો સ્થાપન કરવા. શ્રીયંત્ર પૂજા માટે શ્રેષ્ઠ. જેઓને ચોપડા લાવવાના બાકી હોય તેમણે આજના દિવસે ઉપરોક્ત સમયમાં ચોપડા લાવવા. સોનુ-ચાંદી-રત્નોની ખરીદી અને શ્રીયંત્રાદિની પૂજા કરવી તેમજ નવા યંત્રોની પ્રતિષ્ઠા કરવા માટે ઉત્તમ વેળા છે. આજ દિવસે યમ દેવતાને દીપદાન આપવું.

ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नमः ॥ આ મંત્રથી જપ કરવાથી દરિદ્ર અવસ્થા દૂર થાય છે. લક્ષ્મી પ્રાપ્તિ અને દારિદ્રનાશન માટેનો ઉત્તમ પ્રયોગ આ મુજબ છે.

ધનતેરસ-કાળીચૌદશ અને દિવાળી ત્રણ દિવસ અહર્નિશ અખંડ જ્યોત કરી માતાજીની ષોડશોપચાર પૂજનપૂર્વક સ્થાપના કરી, નિત્ય ભોગ-આરતી ઇત્યાદિ કરવા તથા ઉપરોક્ત મંત્રની ઓછામાં ઓછી ત્રણ-ત્રણ માળા સવાર-સાંજ કરવાથી ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે, વ્યાપારમાં દિન-પ્રતિદિન પ્રગતિ થાય છે.

કાળી ચૌદશ-નરક ચતુર્દશી (કાલી, ભૈરવ, હનુમાન પૂજન, મશીનરી પૂજન)

આસો વદ-૧૩/૧૪ બુધવાર તા.૦૩-૧૧-૨૦૨૧ કાળી ચૌદશ

આજે કાલીચૌદશ ની રાત જેમાં મહાકાલી, ભૈરવ, હનુમાન, નરસિંહ, ઘંટાકર્ણ મહાવીર, માણિભદ્રવીર, નાકોડા ભૈરવ તથા સમસ્ત વીર-પીર તમામ રક્ષક દેવોની મહાપૂજા અને આરાધના કરવાથી આધિ, વ્યાધિ, ઉપાધિ અને નડતરો દૂર થાય છે. આ દિવસે તમામ નાની – મોટી ફેક્ટરીઓ માં મશીનરી યંત્રની મહાપૂજા – યજ્ઞ કરવા. આજે સવારે ૦૬-૪૦ થી રાત્રિપર્યત ચતુર્દશી ઉપાસના, ઉગ્રદેવોની આરાધના કરવી સિદ્ધપ્રદ ગણાય. હનુમાનજી ની ઉપાસના શ્રેષ્ઠ. હનુમાન ચાલીસાના યથાશક્તિ પાઠ કરવા. સુરાપુરા દાદા ક્ષેત્રપાળ દાદા ના નૈવેદ્ય માટે શ્રેષ્ઠ દિવસ.

ઉપાસના મંત્રઃ (૧) ૐ રિમર્કટ મર્કટાય સર્વવાર્ય સિદ્ધિવરાય ફ્રુટ હનુમતે નમ: //

ઉપાસના મંત્ર: (૨) ॐ क्रीं काली काली महाकाली कालिके परमेश्वरी । सर्वदुःख हरे देवी महाकाली नमोस्तुते ॥

દિવાળી-શ્રીશારદા-ચોપડા પૂજન.

આસો વદ-0)) ગુરૂવાર તા. ૦૪-૧૧-૨૦૨૧ ના રોજ દિપાવલી મહાપર્વનો ઉત્સવ મનાવવામાં આવશે. આ જ દિવસે શુભ શારદા – ચોપડા પૂજન કરવાનુ રહેશે. આ વર્ષે તા.૦૩-૧૧-૨૦૨૧ના બુધવારે તેરશ – ચૌદશ ભેગા છે. એટલે કે ૧૪નો ક્ષય છે. જેની સર્વે જનોએ નોંધ લેવી.. –

ચોપડા પૂજન – દિવાળી શારદા આસો વદ-0)) ગુરૂવાર તા.૦૪-૧૧-૨૦૨૧

(૧) સવારે ૦૬-૪૮ થી ૦૮-૧૨ વ્યાપાર માટેનું ઉત્તમ તુલા લગ્ન. કેન્દ્રમાં બુધ અને ગુરૂ. ગુરૂની હોરા તેમજ શુભ ચોઘડિયું શ્રેષ્ઠ.

(૨) સવારે ૧૦-૫૯ થી ૧૫-૧૧ સ્થિર વૃશ્ચિક લગ્ન. ધન સ્થાનમાં શુક્ર યોગકર્તા. શુભ ચોઘડિયુ અને શુક્રની હોરા ઉત્તમ. (ચલ, લાભ, અમૃત)

(૩) સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ ધન લગ્ન. લગ્નમાં શુક્ર વૈભવકત. ચલ ચોઘડિયુ, શુક્ર-બુધ અને ચંદ્રની હોરા શ્રેષ્ઠ.

(૪) બપોરે ૧૨-૦૦ થી ૧૩-૫૪ મકર લગ્ન. લગ્નમાં ગુરૂ યશ પ્રાપ્તિકર્તા. કેન્દ્રમાં બુધ ઉત્તમ. ચલ -લાભ ચોઘડિયુ તેમજ ગુરૂની હોરા શ્રેષ્ઠ.

(૫) બપોરે ૧૩-૫૪ થી ૧૫-૨૦ સ્થિર કુંભ લગ્ન.લાભ સ્થાનમાં શુક્ર લાભકત. અમૃત ચોઘડિયુ અને ગુરુની હોરા ઉત્તમ.

(૬) બપોરે ૧૫-૨૦ થી ૧૬-૫૮ મીન લગ્ન. કેન્દ્રમાં શુક્ર યોગકત. શુભ ચોઘડિયુ અને શુક્રની હોરા ઉત્તમ.

(૭) સાંજે ૧૬-૩૫ થી ૨૧-૧૨ મેષ લગ્ન. કેન્દ્રમાં ગુરૂ અને બુધ શ્રેષ્ઠ ફળદાયી. ગોધૂલીવેળા ઉત્તમ. શુભ અને અમૃત ચોઘડિયુ તથા શુક્ર-બુધની હોરા શ્રેષ્ઠ….(અમૃત, ચલ)

(૮) સાંજે ૧૮-૩૮ થી ૨૦-૩૬ બળવાન સ્થિર વૃષભ લગ્ન. ત્રિકોણમાં ગુરૂ લક્ષ્મી પ્રાપ્તિ કર્યા. અમૃત – ચલ ચોઘડિયા અને ચંદ્રની હોરા ઉત્તમ…

(૯) રાત્રે ૨૦-૩૬ થી ૨૨-૪૯ મિથુન લગ્ન. કેન્દ્રમાં શુક્ર તેમજ ત્રિકોણમાં બુધ યોગકર્તા. ચલ ચોઘડિયુ અને ગુરુની હોરા શ્રેષ્ઠ.

(૧૦) રાત્રે ૨૪-૪૯ થી ૨૫-૦૫ કર્ક લગ્ન. કેન્દ્રમાં ગુરૂ-બુધ લાભકત. લાભ ચોઘડિયુ ઉત્તમ તેમજ શુક્ર-બુધની હોરા શ્રેષ્ઠ.

(૧૧) રાત્રે ૨૫-૦૫ થી ૨૭-૧૭ શક્તિમાન સ્થિર સિંહ લગ્ન. ત્રિકોણમાં શુક્ર લક્ષ્મીદાયક. લાભ ચોઘડિયુ અને બુધ-ચંદ્રની હોરા -લાભકર્તા…

(૧૨) રાત્રે ૨૭-૧૭ થી ૨૯-૨૮ કન્યા લગ્ન. કેન્દ્રમાં શુક્ર તથા ત્રિકોણમાં ગુરૂ શુભકત. શુભ અને અમૃત ચોઘડિયા, ગુરૂની હોરા શ્રેષ્ઠ.

વિક્રમ સંવત ૨૦૭૮ નવા વર્ષે પેઢી ખોલવાનું મુહૂર્ત

(૧) વિ.સં.૨૦૦૮ પ્રમાથી’ નામ સંવત્સર કાર્તિક સુદ-૧ શુક્રવાર તા.૦૫-૧૧-૨૦૨૧ સવારે ૦૬-૪૮ થી ૧૧-૦૦ ચલ, લાભ, અમૃત ચોઘડિયા અને શુક્ર-બુધ-ચંદ્રની હોર વિજય-લાભપ્રાપ્તિકર્તા. બપોરે ૧૨-૨૨ થી ૧૩- અભિજીત મુહૂર્ત અને શુભ ચોઘડિયા-શુક્રની હોરા શ્રેષ્ઠ.

(૨) કાર્તિક સુદ-૨ શનિવાર, તા.૦૬-૧૧-૨૦૨૧ સમય: સવારે ૦૮-૧૧ થી ૦૯-૩૫ શુભ ચોઘડિયુ- ગુરૂની હોરા ઉત્તમ. બપોરે ૧૨-૧૦ થી ૧૨-૫૦ અભિજીત મુહૂર્ત સર્વ શ્રેષ્ઠ ફળદાયી.

(૩) કાર્તિક સુદ-૫, મંગળવાર, તા.૦૯-૧૧-૨૦૨૧ સમયઃ સવારે ૧૦-૩૦ થી ૧૩-૪૦ લાભપાંચમ, જ્ઞાનપંચમી ચલ, લાભ અને અમૃત ચોઘડિયા શ્રેષ્ઠ. બુધ, ચંદ્ર અને ગુરુની હોરા ઉત્તમ.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/