ફિલ્મ ‘મહારાજ’ની રિલીઝ પર કાયમી પ્રતિબંધની માંગ સાથે આવેદન પત્ર

0
12
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ મહારાજ લાયબલ કેસ 1862 પર આધારીત યશરાજ ફિલ્મની ‘મહારાજ’ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ પહેલા તેનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. ત્યારે આ દરમ્યાન મોરબીમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિવાર દ્વારા આ ફિલ્મના નેટફ્લિક્સ રીલીઝને રોકવા માટે એસ.પી. ઓફિસર મોરબી સમક્ષ લેખિતમાં પત્ર આપી રજુઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, આ ફિલ્મ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજના મહાપુરુષો પર આધારિત છે. ફિલ્મના ટ્રેલર અને પ્રમોશનલ મટીરીયલના આધારે સમાજમાં આશંકા છે. ફિલ્મમાં ઐતિહાસિક તથ્યોને ભ્રષ્ટ કરી આ મહાપુરુષોને ખોટી રીતે ચિત્રિત કરે છે. જે સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે, અને વિખવાદ ઉભો થઇ શકે છે. મહારાજ લાયબલ કેસ 1862 એ ઐતિહાસિક કેસ છે. જેમાં પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો સમજ્યા વગર બ્રિટિશ કોર્ટ દ્વારા એક તરફી નિર્ણય આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ ફિલ્મમાં પુષ્ટિમાર્ગના મૂળભૂત સિદ્ધાંતો અને શ્રીમદ વલ્લભાચાર્યજી વિશે ટીપ્પણીઓ કરવામાં આવી હોવાનું સમાજમાં વાત ચાલી રહી છે. આ ટિપ્પણી અત્યંત આપત્તીજનક અને અસહ્ય છે જે સમાજની ધાર્મિક લાગણીને ઠેંસ પહોંચાડે છે. ત્યારે આ રજુઆત દ્વારા મહારાજ ફિલ્મના નેટફ્લિક્સ રિલીઝને રોકવા જરૂરી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/