[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી અરજીથી સવાલવાળી જમીનના રોડ રસ્તાનું રાજીનામું ગ્રામપંચાયતને સોંપી પ્રાથમિક સુખસુવિઘા પુરી પાડવા રજુઆત કરેલ છે. ઉકત અરજીમાં અરજદારોએ વાંરવાર રજુઆતો કરવા છતા રાજીનામું સોંપેલ ન હોઈ પ્રાથમિક સુવિઘાઓ મળતી ન હોઈ તથા મુળ ખાતેદાર રાજીનામા માટે અરજી કરતા ન હોઇ કે બાકી લેણા ભરતા ન હોઈ સોસાયટીનું રાજીનામું સ્વિકારવા રજુઆત કરેલ છે.
સંદર્ભ ૩ માં જણાવેલ ઠરાવની પેરા-૫ ની જોગવાઈ મુજબ બીનખેતી થયેલ જમીનના સાર્વજનિક પ્લોટ. રસ્તા સહિતની સમગ્ર જમીનનો બિનખેતી આકાર, પ્લોટ વેચાણ કરવામાં આવે ત્યાં સુધી મુળ ખાતેદારે અને પ્લોટ વેચાણ કર્યા બાદ તમામ પ્લોટ હોલ્ડરોને પ્રમાણસર ભરવાનો રહેશે તેમ જોગવાઈ થયેલ છે.
સવાલવાળી જમીનના નીચેની વિગતેના સાર્વજનીક પ્લોટ રસ્તા આવેલ છે સદરહું જમીનનું રાજીનામું નીચેની શરતોએ મંજુર કરવા તેમજ તા.૨૦/૦૯/૨૦૨૫ થી કબ્જો સંભાળવવા આથી હુકમ કરવામાં આવે છે તેમજ વખતો વખત કરવામાં આવે તે સુધારા વધારાના ઠરાવમાં નક્કિ કરેલ શરતોને આધિન રહીને સને. ૨૦૨૫/૨૦૨૬ સુધીનો બીનખેતી આકાર લોકલ ફંડ તથા કેળવણી કર મુળ બિનખેતી કરાવનાર પાસેથી વસુલ કરવાનો રહેશે. આ જમીન ઘુંટુ ગ્રામ પંચાયતે સંભાળવાની રહેશે. અને સ.ને.૨૦૨૫/૨૦૨૬ ના મહેસુલી વર્ષથી કાયમી ધોરણે આકાર તથા તે ઉપરના ઉપકરો કમી કરવાના રહેશે. સને. ૨૦૨૫/૨૬ના મહેસુલી વર્ષથી તમામ પ્લોટ ધારકો પાસેથી વરાડે પડતો વસૂલ કરવાનો આથી હુકમ કરવામાં આવે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
