મચ્છું-2 ડેમની પાણી સપાટી 0.23 ફૂટ વધી : ડેમ 74.70 ટકા જેટલો ભરાયો

0
155
/

મચ્છું-1 ડેમ 77 ટકા ભરાયો : મચ્છું-3 ડેમ 80 ટકા ભરાયો અને પાણીની વધુ આવકને પગલે બે દરવાજા ખોલાયા

મોરબી : આજે સમગ્ર મોરબી પંથકની જીવાદોરી સમાન મચ્છું-2 ડેમમાં આજના વરસાદને લીધે નવા નીર આવ્યા છે. આજે ડેમમાં પાણીની સપાટી 0.23 ફૂટ વધી છે. અને ડેમ 74.70 ટકા ભરાઈ ગયો છે. જ્યારે મચ્છું-1 ડેમ 77 ટકા અને મચ્છું-3 ડેમ 80 ટકા ભરાઈ ગયો છે.

મોરબી જિલ્લામાં આજે સવારથી વરસાદ જામ્યો છે. જેથી તમામ ડેમોમાં નવા નીરની આવક થઇ છે. જેમાં સૌપ્રથમ જિલ્લાના પ્રથમ નંબરના મચ્છું-2 ડેમની વિગતો જોઈએ તો મચ્છું-2 ડેમ કુલ 33 ફૂટની સપાટી ધરાવે છે. જેમાં આજે સપાટી 0.23 ફૂટ વધતા હાલ સપાટી 28.81 ફૂટે પહોંચી છે. ડેમ હાલ 74.70 ટકા ભરાઈ ગયો છે. ડેમમાં અત્યારે 3600 ક્યુસેક પાણીની આવક ચાલુ છે.

મચ્છું-1 ડેમની વિગતો જોઈએ તો આ ડેમ 49 ફૂટની સપાટી ધરાવે છે. જેમાં આજે 0.50 ફૂટની સપાટી વધતા ડેમની સપાટી હાલ 46.50 ફૂટે પહોંચી છે. ડેમ 77 ટકા ભરાયો છે. ડેમમાં હાલ 1720 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. મચ્છું-3 ડેમની વિગતો જોઈએ તો ડેમની કુલ સપાટી 27 ફૂટની છે. હાલ ડેમની સપાટી 21.6 ફૂટે પહોંચી છે. ડેમ 80 ટકા ભરાઈ ગયો હોય ડેમમાં 3556 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમના બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. અને ડેમમાંથી 3556 ક્યુસેક પાણીની જાવક કરી સપાટીનું લેવલ રાખવામાં આવી રહેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/