[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી શહેરના લખધીરવાસ ચોક ખાતે અનઅધિકૃત રીતે બહુમાળી ઈમારતનું કામ ચાલુ હોય આ અંગે અરજદારે અરજી કરતાં મોરબી પાલિકાએ નોટિસ પાઠવી હતી. જો કે પાલિકાની નોટિસને અવગણીને હજુ પણ કામ બંધ ન કરીને ઈમારતનું કામ ચાલુ હોય અરજદારે બીજી વખત મોરબી મહાનગરપાલિકાને લેખિત રજૂઆત કરી છે.
અરજદાર ભાવિનભાઈ પીઠમલના જણાવ્યા અનુસાર, લખધીરવાસ ચોકમાં દરજી સમાજની વાડીની બાજુમાં 8 માળના બહુમાળી ઈમારત એટલે કે ફ્લેટનું કામ અનઅધિકૃત રીતે ચાલતુ હોય 19 ડિસેમ્બરે મોરબી પાલિકાને આ અંગે લેખિત રજૂઆત કરી હતી. જેથી મોરબી પાલિકાએ 31 ડિસેમ્બરના રોજ જમીન માલીકને ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ પાઠવી હતી અને બાંધકામ સરકારના નીતિ નિયમોની વિરુદ્ધ હોય તો જમીન અથવા બાંધકામનો ઉપયોગ બંધ કરી દેવા અથવા સંબંધિત જમીન અથવા મકાન અથવા તેના સંબંધિત ભાગ તેની મૂળ સ્થિતિમાં લાવવા અને જરૂરી સુધારા કરવા જણાવાયું હતું. જો કે નોટિસ છતાં આજે પણ બાંધકામ ચાલી રહ્યું છે. તેથી અરજદારે આજે ફરીથી મોરબી મહાનગરપાલિકાને આ અંગે અરજી કરી છે. અરજદારના જણાવ્યા પ્રમાણે નોટિસ પાઠવ્યા બાદ મહાનગરપાલિકામાંથી કોઈ તપાસ કરવા નથી આવ્યું અને કામ પણ બંધ નથી કરાવ્યું અને જવાબ પણ નથી આપતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide