રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હાલમાં મકરસંક્રાંતિના તહેવારોને અનુલક્ષીને લોકો દ્વારા પુષ્કળ પ્રમાણમાં વપરાશમાં લેવામાં આવતી ચીકીના ઉત્પાદકો તથા વેપારીઓને ત્યાં સઘન ચકાસણી કરવામાં આવી હતી.
જેમાં મોમાઈ ચીકી પારેવડી ચોક, શિવ ચીકી પારેવડી ચોક, જય બજરંગ લાઈવ ચીકી પારેવડી ચોક, જય સિયારામ ચીકી પારેવડી ચોક, જય જલારામ ચીકી પારેવડી ચોક, પાર્થ ચીકી પારેવડી ચોક, જય શંકર ચીકી ભગવતીપરા, ક્રિષ્ના સિઝન સ્ટોર સહકાર મેઈન રોડ, સંતોષ સિઝન સ્ટોર સહકાર મેઈન રોડ, સોનલ સિઝન સ્ટોર સહકાર મેઈન રોડની ચકાસણી કરવામાં આવી તેમજ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કુલ 5 નમૂના લેવામાં આવ્યા હતા.
જેમાં તલનું કચરીયું- મોમાઈ ચીકી પારેવડી ચોક, તલ ચીકી-શિવ ચીકી પારેવડી ચોક, સીંગ ચીકી- જય બજરંગ લાઈવ ચીકી પારેવડી ચોક, રાજગરાના લાડુ- જય સિયારામ ચીકી પારેવડી ચોક અને ચાંદની પાર્ક પાર્થ ચીકી પારેવડી ચોકને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા અને સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નાના મવા ચોક, નાના મવા રોડ પાસે આવેલા સિદ્ધેશ્ર્વર ઢોસા પેઢીની તપાસ કરતાં પેઢીને લાયસન્સ મેળવવા તથા હાઈજેનિક કંડીશન જાળવવા બાબતે નોટીસ અને સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નાના મવા ચોક નાના મવા રોડ પાસે આવેલા સિદ્ધેશ્ર્વર ઢોસા ટાઉન પેઢીની તપાસ કરતાં પેઢીને લાયસન્સ મેળવવા તથા હાઈજેનિક કંડીશન જાળવવા બાબતે નોટીસ પાઠવવામાં આવી હતી. ગોલ્ડન વ્યુ કોમ્પલેક્ષમાં આવેલા ચોકો બાઈટ પેઢીની તપાસ કરતાં પેઢીને લાયસન્સ મેળવવા નોટીસ પાઠવવામાં આવી અને રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સાંઈબાબા સર્કલથી ભવાની ચોક કોઠારીયા વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 24 ધંધાર્થઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 11 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઈવ કરવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 24 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં દર્શન ઘૂઘરા, ભોલેનાથ આઈસ્ક્રીમ, માધવ ડેરી ફાર્મ, રામદેવ ડેરી ફાર્મ, શ્રીજી આઈસ્ક્રીમ, ફ્લેવર કોડા શોપ, શ્યામ ગાંઠીયા, બોમ્બે સ્ટાઈલ પાણીપુરી, ફ્યુઝન ઢોસા, રામ પાણીપુરી અને કુંભાણીયા ગાંઠીયા સહિતનાને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. તથા જે ભગવાન ભૂંગળા બટેટા, બાલાજી ઘૂઘરા, જલારામ વડાપાઉં, શ્રી ખોડલ પાણીપુરી, મહાવીર ફરસાણ, નંદનવન ડેરી ફાર્મ, રિદ્ધિ એન્ટરપ્રાઈઝ, મટુકી ફરસાણ, મિલન ભેળ, રામદેવ ભેળ, એમ. વી. ઘૂઘરા, બાલાજી સેન્ડવિચની ચકાસણી કરવામાં આવી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide