મોરબીમા પેટાચૂંટણી માટે આજે મંગળવારે અધધધ 141 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા

0
102
/

અત્યાર સુધી કુલ 167 ઉમેદવારોએ ફોર્મ લીધેલ

મોરબી : હાલ મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીની ઉમેદવારી માટે મંગળવારે અધધધ 141 ઉમેદવારોએ મોરબી વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીની કચેરીમાંથી ફોર્મ મેળવેલ છે.

આજ સુધીમાં કુલ 167 ઉમેદવારોએ મોરબી વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીની કચેરીમાંથી ફોર્મ મેળવેલ છે. આજ સુધીમાં એકપણ ઉમેદવારોએ ફોર્મ જમા કરાવેલ નથી. ઉલ્લેખનીય છે કે મોરબી શિક્ષિત બેરોજગાર સમિતિ દ્વારા ગઈકાલે થયેલી જાહેરાત મુજબ આજે મોરબી-માળીયા બેઠકની વિધાનસભા પેટાચૂંટણી માટે દિનેશ બાંભણીયાની આગેવાનીમાં 124 જેટલા ફોર્મ ઉપાડેલ હતા.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/