ટંકારા : તાજેતરમાં ટંકારા તાલુકાના લજાઈ ગામમાં રહેતા બે શખ્સો વિદેશી દારૂના જુદા-જુદા કેસમાં પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
ગઈકાલે તા. 31 જુલાઈના રોજ લજાઇ ગામના મફતીયાપરામાં રહેતા પ્રવિણભાઇ ઉર્ફે પવલો લાલજીભાઇ મકવાણા (ઉ.વ. 24, ધંધો મજુરી)એ વેચાણ કરવાના ઇરાદે રહેણાક મકાનના બેડરૂમમાં માળીયા (અભેરી) પર ગે.કા. રીતે પાસ, પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂની બોટલો કુલ નંગ 13 હોય, જેની કિ.રૂ. 5,200 રાખેલ હતી. પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરેલ છે.
આ ઉપરાંત, લજાઇ ગામના મફતીયાપરામાં રહેતા ભાગ્યરાજસિંહ ઉર્ફે ભગી મોહનસિંહ ઝાલા (ઉ.વ. 19, ધંધો મજુરી)એ મોટર સાયકલ રજી. નં. GJ-36-P-8579 ના હુકમા એક પ્લા.ના થેલામા ગે.કા. પાસ, પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ 7, કી.રૂ. 2,100 વેચાણ કરવાના ઇરાદે રાખી હતી. પોલીસે વિદેશી દારૂની બોટલો તથા મોટર સાયકલ સહીત કુલ મુદામાલ કિ.રૂ. 22,100 કબ્જે કરેલ છે. તેમજ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide