આધારકાર્ડના કામ માટે લોકોને પારાવાર હેરાનગતિ !!

0
11
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબીમાં આધારકાર્ડના કામ માટે હેરાન થવું તે નક્કી જ છે. હજુ પણ અમુક કેન્દ્રો બંધ છે. બીજી તરફ જે કેન્દ્રો ચાલુ છે ત્યાં લાંબી કતારો જોવા મળી રહી છે. પરિણામે અરજદારો દરરોજ પરેશાન થઈ રહ્યા છે.

તાજેતરમાં જ જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારી દ્વારા ફિલ્ડમાં ઉતરી આધારકાર્ડ કેન્દ્રોની જાત તપાસ કરી લોકોને હાલાકી ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવાની કવાયત હાથ ધરી હતી. પણ હજુ સ્થિતિ તેમની તેમ જ જોવા મળી રહી છે. મોરબી તાલુકા અને સિટી મામલતદાર કચેરી ખાતેના આધારકાર્ડ કેન્દ્રો ઉપર લોકો વહેલી સવારના 6 તથા 7 વાગ્યાથી આવીને કતાર લગાવવા મજબુર છે. ઘણા લોકો 8 વાગ્યા બાદ આવે છે તેનો અહીં આધારકાર્ડની કામગીરી માટે વારો પણ આવતો નથી. હજુ પણ અનેક આધારકાર્ડ કેન્દ્રો બંધ હાલતમાં હોય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સરકારી કામ કરાવવું એટલે કતારમાં ઉભું રહેવું નિશ્ચિત છે આ ઘાટ સર્જાતો રોકવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. જો કે હજુ સુધી નેતાઓએ પણ અરજદારોની આ પરેશાનીમાં રસ લીધો નથી. લોકો વહેલી સવારથી ટાઢના હેરાન થઈ રહ્યા છે. ત્યારે લોકોના આ પ્રશ્નમાં નેતાઓ પણ રસ લ્યે તે જરૂરી બન્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/