મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા થઈ 157
મોરબી : મોરબી જિલ્લામાં ગુરુવારે છ કેસ નોંધાયા બાદ શુક્રવારે સવારે એક કેસ મોરબી શહેરની મોચી શેરીમાં નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસની કેસ સંખ્યા 157 થઈ ગઈ છે.
શુક્રવારે નોંધાયેલા કેસની મળતી વિગત મુજબ મોરબી શહેરના કુબેરનાથ રોડ પર મોચી શેરીમાં, સરવડ ઉતારાની સામે રહેતા યજુવેન્દ્રસિંહ જાડેજા (ઉ.37) નામના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમનું સેમ્પલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લેવાયું હતું અને અમદાવાદ ખાનગી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. હાલ આ યુવકની તબિયત સારી છે. તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય સહિતના તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવેલ હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide