મોરબી: પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસમાંથી ગત તારીખ ૩૦-૯ ના રોજ સાત પોલીસકર્મીઓ કે જે પૈકી પાંચ વય મર્યાદા અને બે પોલીસકર્મીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હોય તેઓને વિદાય સમારંભ એસપી કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો જ્યાં એસપી એસ.આર.ઓડેદરા દ્વારા અનિરુદ્ધસિંહ સંગ્રામસિંહ જાડેજા (એ ડીવીજન), ઘનશ્યામસિંહ ભુરૂભા જાડેજા (એ ડિવિઝન), હરદેવસિંહ નિતુભા જાડેજા (એમઓબી શાખા), હીરાભાઈ નરસંગભાઈ કાનગડ (કંટ્રોલ રૂમ), રૈયાભાઈ રૂડાભાઈ શિયાળ (હેડક્વાર્ટર), અનિલભાઈ મણીલાલ ભટ્ટ (તાલુકા પોલીસ) તેમજ પ્રભાતભાઈ હરિભાઈ હુંબલ (પોલીસ હેડ કોટર) ને સેવા નિવૃત્ત કરી સન્માનિત કરાયા હતા ઉપરોક્ત સાત પૈકી હીરાભાઈ કાનગડ અને પ્રભાતભાઈ હુંબલે સ્વૈચ્છીક નિવૃતિ લીધી હોય જ્યારે રૈયાભાઈ શિયાળ, અનિલભાઈ ભટ્ટ, અનિરુદ્ધસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા અને હરદેવસિંહ જાડેજાને વય મર્યાદાને લીધે સેવા નિવૃત્ત થતાં તેઓને સન્માનીત કરીને નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું.
મોરબીના મોટી વાવડી ગામના અનિરૂદ્ધસિંહ સંગ્રામસિંહ જાડેજા કે જેઓ મોરબી એ ડિવિઝનમાંથી હાલ નિવૃત થયા છે તેઓએ ૧૯૮૧ માં પ્રથમ પોસ્ટીંગ જેતપુર (કાઠી) ખાતે મેળવ્યુ હતુ અને ત્યારબાદ ભાયાવદર, વિંછીયા, જસદણ, વાંકાનેર, પાટણવાવ, ટંકારા, પડધરી અને ગોંડલ જેવા અનેક સ્થળોએ નોકરી કર્યા બાદ મોરબી એ ડિવિજન ખાતેથી અનિરૂધ્ધસિંહ સંગ્રામસિંહ જાડેજાએ વયમર્યાદાને લીધે નિવૃત્ત મેળવેલ હતી.
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)
મોરબીના જાણીતા યશસા જન્માક્ષરમ્ વાળા પરમ શ્રધ્ધેય કિશનભાઈ પંડયા ના જણાવ્યાનુસાર
હોળા+અષ્ટક એટલે આઠ દિવસનો સમય જેને સામી હોળી કે સામી ઝાળનો સમય રહેવાથી
શાસ્ત્રોના મત...