મોરબીમાં શિક્ષકો પાસેથી લેવાતી કારકુનની કામગીરીનો વિરોધ

0
463
/

શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાઈની પણ કામગીરી લેવાતા રોષ 

વખતો વખત ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં રજુઆતો કરવા છતાં વર્ષોથી પ્રશ્ન પણ વણ ઉકેલ્યો

મોરબી : હાલ મોરબી જિલ્લાની રચના થયા બાદ શિક્ષણ વિભાગમાં બિનકાયદેસર રીતે શિક્ષકોનું શોષણ કરવામાં આવતું હોય તેવો ઘાટ રચાયો છે. મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ શાખામાં તેમજ તમામ તાલુકાની શિક્ષણ શાખાઓમાં શિક્ષકોના શાળામાંથી કામગીરી ફેરફારના હુકમ કરી, કારકુનની કામગીરી કરાવવામાં આવે છે. પરિણામે શાળાઓમાં શિક્ષકોની ઘટ ઉભી થાય છે.

રાઈટ ટુ એજ્યુકેશન એકટમાં શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની કામગીરી લેવાની સ્પષ્ટ ના હોવા છતાં શાળામાં રહેલા શિક્ષકોને ક્લાર્ક બની ગયેલા શિક્ષકોના ધોરણો વિષયો ભણાવવા પડે છે. સતત લેવાતી એકમ કસોટીઓ, નિદાનાત્મક કસોટીઓ, સત્રાંત કસોટી,વાર્ષિક કસોટીઓ આમ વર્ષ દરમ્યાન એક એક વિદ્યાર્થીઓ ચાલીસ – ચાલીસ જેટલા પેપરો ચકાસવા, સ્કેન કરવા ઓનલાઈન કરવા વગેરે કામગીરી કરવી પડતી હોય કામગીરી ખુબજ ભારરૂપ લાગે છે અને બે શિક્ષકનું કામ એક શિક્ષક કરતો હોય વિદ્યાર્થીઓની ગુણવત્તા પણ નબળી રહે છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/