વેપારી મહામંડળ તેમજ કાપડ મહાજન- રેડીમેઈડ ગાર્મેન્ટ એસો.ની જિલ્લા કલેક્ટરને રજુઆત
મોરબી : હાલ મોરબીમાં કોરોનાનું સંક્રમણ વધતા મીની લોકડાઉન જેવા કડક નિયમો લાગુ કરાયા હતા. પણ આ નિયમોથી વેપારી વર્ગ આર્થિક સંકડામણમાં સપડાયો હોય હાલ બેહાલ થઈ ગયા હોવાથી વેપારી મંડળો આંશિક છૂટછાટની માંગ ઉઠાવી રહ્યા છે.
મોરબી વેપારી મહામંડળ તરફથી પ્રમુખ દિનેશભાઇ કંસારાએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી કે હાલની સ્થિતિને ધ્યાને લઈને મોરબીમાં લોકડાઉન લાગેલ છે. તેમાં છૂટછાટ તથા ફેરફાર કરવા માટે માંગ ઉઠાવવામાં આવે છે. મોરબીના સામાન્ય રિટેઇલ વેપારી વર્ગમાં વેપાર ધંધા બંધ હોવાથી આર્થિક, માનસિક, શારીરિક રીતે વેપારી ભાંગી પડેલ છે. તો લોકડાઉનમાં ફેરફાર કરીને વેપારીઓને રાહત થાય તેવો નિર્ણય કરવામાં આવે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide