મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ આજીવન કેદની સજા પામેલ પાકા કામના કેદીને પકડી પાડવામાં આવ્યો હતો.
ગઈકાલે તા. 31 મેના રોજ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ખાનગી રાહે મળેલ હકિકત આધારે વડોદરા મધ્યસ્થ જેલમાં પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ આજીવન કેદની સજા પામેલ પાકા કામનો કેદી નિખિલેશ વિજયભાઇ દવેને પકડી પાડવામાં આવેલ છે. પંચમહાલ જીલ્લાના હાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો આરોપી નિખિલેશ દવેને કોર્ટે તા. 17/06/2006ના રોજ આજીવન કેદની સજા ફરમાવતા આરોપીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવવા માટે મોકલી આપેલ હતો. સજા દરમ્યાન આ પાકા કામના કેદીને પેરોલ રજા ઉપર તા. 13/02/2020ના રોજ મુક્ત કરેલ અને કેદીને પેરોલ રજા ઉપરથી તા. 03/04/2020ના રોજ જેલમાં હાજર થવાનું હતું પરંતુ કેદી હાજર નહી થતા ફરાર થઇ ગયેલ હતો. આ કેદી હાલે પોતાના ઘરે હોવાની પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે હકિકત મળતા પેરોલ ફર્લો ટીમને તાત્કાલિક મોકલી કેદી નિખિલેશ વિજયભાઇ દવે (રહે. મોરબી, નવલખી રોડ, કુબેરનગર)ને પકડી પાડી વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલવાની ગતિવિધિઓ કરેલ છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide