એસટી બસને પુનઃ શરૂ કરવા ડેપો મેનેજરને રજુઆત
ટંકારા : હાલ વાંકાનેરથી વાયા ટંકારાના સજ્જનપર ગામે આવતી એસટી બસ અચાનક જ બંધ કરી દેવાતા આ રૂટ પરના વિદ્યાર્થીઓ રઝળી પડ્યા છે અને દરરોજ શાળાએ અપડાઉન કરવા વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડતી હોવાથી આ એસટી બસને પુનઃ શરૂ કરવા ડેપો મેનેજરને રજુઆત કરાઈ છે.
ટંકારાના સજ્જનપર ગામના તાલુકા પંચાયતના સદસ્ય મનીષાબેન રાજેશભાઇ કોરડીયાએ મોરબી એસટી ડેપો મેનેજરને લેખિતમાં રજુઆત કરી હતી કે, વાંકાનેરથી વાયા ટંકારાના સજ્જનપર થઈને એસટી બસ અંબાજી જાય છે. આ એસટી બસ સવારે છ વાગ્યે ટંકારાના સજ્જનપર આવતી હતી.પણ સજ્જનપર ગામે આ બસ અચાનક જ રદ કરી દેવામાં આવી છે. આથી મોરબી ખાતે શાળાએ અપડાઉન કરતા ગામના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે તેમના હિતને ધ્યાને લઈને સજ્જનપર સવારે આવતી આ એસટી બસને ફરીથી ચાલુ કરવા તેઓએ માંગ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide