વાંકાનેરમા માદક પોસ ડોડાનો જંગી જથ્થો ઝડપી પાડતી એસઓજી પોલીસની ટીમ

0
255
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

રૂપિયા 6.68 લાખના 222 કિલોથી વધુ પોસ ડોડા સાથે બે આરોપી ગિરફતમાં : રાજસ્થાનના ટ્રક ડ્રાઇવરનું નામ ખુલ્યું

વાંકાનેર : હાલ મોરબી એસઓજી ટીમે વાંકાનેર તાલુકાના ભલગામ ગામે દરોડો પાડી રૂપિયા 6.68 લાખથી વધુ કિંમતના માદક પદાર્થ એવા પોસ ડોડાના જંગી જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઈ પોસ ડોડાનો જથ્થો સપ્લાય કરનાર રાજસ્થાનના ટ્રક ચાલકનું નામ ખોલવામાં સફળતા મેળવી છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ ગામે માદક પદાર્થ પોસ ડોડાનો જંગી જથ્થો ઉતર્યો હોવાની બાતમીને આધારે એસઓજી પીએસઆઇ પી.જી.પનારા અને તેમની ટીમે દરોડો પાડતા આરોપી પ્રવીણભાઇ નાજાભાઇ ભાલીયા અને દેવરાજભાઇ ઉર્ફે રાણાભાઇ રામજીભાઇ ધોરીયાના કબ્જામાંથી 222 કિલો તથા 819 ગ્રામ પોસ ડોડા કિ.રૂ. 6,68,430નો જથ્થો મળી આવ્યો હતો.વધુમાં આરોપીઓએ પોસ ડોડાનો આ જથ્થો ટ્રક ટેલર નંબર આરજે-30-જીએ-4872ના ચાલક શંકરલાલ ગોપીલાલ ગુર્જર રહે.રાજસેટી ગામ તા.અમેઠ જી.રાજસમદ (રાજસ્થાન) વાળા પાસેથી મંગાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને શખ્સોની અટકાયત કરી રાજસ્થાનના શખ્સને ફરાર દર્શાવી રૂપિયા 1000ની કિંમતના મોબાઈલ તેમજ પોસ ડોડા સહિત કુલ રૂપિયા 6,69,430નો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ.એકટની કલમ૮(સી), ૧૫(સી), ૨૯ મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/