મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઇન્દીરાનગરમાંથી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં ઇન્દીરાનગરમાં આવેલ ખોડીયાર માતાજીના મંદીર પાસે જાહેરમા ગંજીપતાના પાના વડે પૈસાની હાર જીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમતા ચાર શખ્સોની સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ બનાવમાં આરોપીઓ વિનુબેન દિનેશભાઇ વરાણીયા (ઉ.વ. ૪૨, રહે. ઇન્દીરાનગર, ખોડીયાર માતાજીના મંદીર પાસે), રેખાબેન રાજુભાઇ વરાણીયા (ઉ.વ. ૨૬, રહે. વીશીપરા, જલઝલા પાન પાસે), યાસ્મીન ઉર્ફે આરતી સંજયભાઇ અગેચાણીયા (ઉ.વ. ૨૮, રહે. કબીર ટેકરી, શેરી નં ૫) તથા રાકેશભાઇ મુળજીભાઇ રાઠોડ (ઉ.વ. ૩૨, રહે. ઇન્દીરાનગર) પાસેથી રોકડ રકમ રૂ. 10,650 કબ્જે કરી આરોપીઓ સામે જુગારધારા મુજબ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide