મોરબી : મોરબીના ભરતનગર ગામમાં જન્માષ્ટમી ઉત્સવની સાથે જુગાર નાબુદી માટે યુવાનો માટે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર વર્ષની મુજબ આઠમનાં રોજ સવારે ભરતનગર ખાતે તેમજ બપોરે ૩:૦૦કલાકે ખોખરા હનુમાનજી મંદિર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં શોભા યાત્રા, ૮થી વધુ મટકીઓ બાંધીને ફોડવામાં આવે છે, યુવાનો દ્રારા બંબુ ડાન્સ, હાસ્ય નાટકો સહિતનાં કાર્યક્રમો કરવામાં આવે છે.
આ ઉજવણીમાં શોભાયાત્રા,દર વર્ષે 8 થી વધુ મટકી બાંધી ફોડવામાં આવે છે, આ સાથે યુવાનો દ્વારા બંબુ ડાન્સ, કોમેડી નાટકો સહિતના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન દર વર્ષે કરવામાં આવે આ સાથે માત્ર યુવાનો જ નહીં તમામ વયજુથ મુજબ અલગ અલગ રમતોનું આયોજન પણ કરવામાં આવે છે. જેમાં સંપૂર્ણ ગામ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે જોડાઈ છે.જેમાં ગામમાં જુગારનું પ્રમાણ સાવ નાબૂદ કરવા તથા જુગાર રમતા યુવાનોને જુગારથી દુર રાખવા માટે જન્માષ્ટમી પર્વની આ પ્રકારે ઉજવણી આઠમના દિવસે સવારે ભરતનગર ગામે અને બપોરે 3 વાગ્યા પછી ખોખરા હનુમાન ખાતે આ ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીમાં વિનુભાઈ ફેફર અને તેમની ટીમના સાથી મિત્રો રાજુભાઈ ફેફર, નિલેશભાઈ મોરસાણીયા, સંજયભાઈ સુરણી, રાજુભાઈ મોરસાણીયા અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવે છે.આ પરંપરા ગામમાં 30 વર્ષથી ચાલી આવે છે. અન્ય ગામોમાં પણ આ પ્રકારનું આયોજન કરવામાં આવે તો યુવાનોને સાચા રસ્તે વાળી આપણી તહેવારોની ઉજવણીની પરંપરા જળવાઈ રહે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide