માળીયા: હાલ માળીયા તાલુકાના બગસરા ગામના લોકોએ મીઠાના અગર તેમજ ગામ વચ્ચેથી પસાર થતા ટ્રક બંધ કરાવવા મુદ્દે આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને આવેદન આપ્યું છે. અગાઉ પણ અનેક વખત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતાં અંતે મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે.રજૂઆત બાદ મુખ્યમંત્રીએ મોરબી જિલ્લા કલેકટરને આ સમસ્યાનો યોગ્ય નિકાલ કરવા સુચના આપી છે.
માળીયા તાલુકાના બગસરા ગામના લોકોની ફરિયાદ છે કે ગામના રસ્તેથી નીકળતા મીઠા ભરેલા ટ્રકો બંધ થાય,મીઠા ઉત્પાદન માટેની જમીન ગામના તથા અગરિયાઓના લોકોને આપવા,તેમજ મીઠાના અગરમા કરેલા ગેરકાયદેસર દબાણો દુર કરવા વગેરે મુખ્ય રજૂઆતો છે.આ રજૂઆતોનો યોગ્ય ઉકેલ નહીં આવે તો નાછુટકે ગ્રામજનોને કોર્ટના દ્વાર ખખડાવાની ફરજ પડશે.તેમજ ગામમાંથી પસાર થતા મીઠાના ખટારા રોકવા રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે. તેમ ગ્રામજનોએ આવેદનના અંતે ચીમકી ઉચ્ચારી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide