માળિયા: મૃતક યુવાન પત્ની પાસે બીભત્સ માંગણી કરતો હોવાથી પતિએ તેનું ઢીમ ઢાળી દીધું

0
371
/

માળિયા પોલીસે મધ્યપ્રદેશ જઇને આરોપીને દબોચ્યો

માળિયા : હાલ માળિયાના વીરવિદરકા ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપીને મધ્યપ્રદેશ જઈને દબોચી લીધો છે. બીજી તરફ આ હત્યા પાછળનું કારણ પણ સામે આવ્યું છે. જેમાં મૃતક આરોપીની પત્નીની અવારનવાર પજવણી કરી બીભત્સ માંગણી કરતો હોય આરોપીએ પથ્થર મારી અને છરીથી ગળું કાપી તેની હત્યા નિપજાવી હોવાનું જાહેર થયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા તાલુકાના વિર વિદરકા ગામે ગત તા.13ના રોજ બેચરભાઇ કોળીના ખુલ્લા વાડામા મૃતદેહ મળી આવ્યો હતો. ફરીયાદી મહેશભાઇ જીવાભાઇ સુરેલા ઉ.વ.૨૨એ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે પોતાના મોટા ભાઇ રોહીતભાઇ જીવાભાઇ સુરેલા ઉ.વ.૨૭ને કોઇ અજાણ્યા ઇસમે કોઇ અગમ્ય કારણોસર પથ્થર તથા તીક્ષ્ણ હથીયાર વડે માથાના ભાગે તેમજ ગળાના ભાગે ઘા મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવેલ હતું.આ અનડીટેકટ ગુનાના કામે ગામમાં ખેતી કામ કરતા આદિવાસી મજુરની સઘન તપાસ કરતા માત્ર દિનેશભાઇ આદિવાસી નામ જાણવા મળેલ તે સિવાય કોઇ જ માહિતી મળેલ ન હતી આશરે વીસેક દિવસ અગાઉ સાહેદ મુકેશભાઇ બેચરભાઇ સુરેલા જાતે.કોળી રહે.વિર વિવરદકાવાળાના મોબાઇલમાથી તેના સબંધીને ફોન કરેલ હોવાનું જાણવા મળેલ. જે આધારે ટેકનીકલ માધ્યમથી તપાસ કરતા આરોપીએ તેના સબંધી સાથે કરેલ વ્યકિતની તપાસ માટે ટીમ બનાવી મધ્યપ્રદેશ ખાતે તપાસમાં મોકલેલ તે ઉપરાંત બીજી ટીમને કાર્ડ ધારકની તપાસ માટે મોકલતા કાર્ડ ધારક ભાયાભાઇ મોલસીંગભાઇ નાયક રહે.નવી સરકારી વસાહત રામેશ્વરપુર વાઘોડીયા વડોદરાવાળાનુ હોવાનું જાણવા મળતા તેની તથા તેના સગા-સબંધીઓની વિગતે તપાસ કરતા કાર્ડ ધારકના દિકરા રાકેશભાઇ ભાયાભાઇની પુછપરછ કરતા
તેના સાઢુભાઇ ગોપાલભાઇ ગોવિંદભાઇ નાયક હાલ રહે.માથક તા.હળવદની માહિતી મળતા તેને બોલાવી વિગતવારની તપાસ કરતા તેના મોટા ભાઇ દિનેશભાઇ ગોવિંદભાઇ નાયક મુળ રહે.મુંદલા તા.છકતલા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાનું સરનામુ મળેલ જેથી મોકલવામાં આવેલ પોલીસ ટીમને માહિતી આપી દિનેશની તેના વતનમાં તપાસ કરાવતા દિનેશને શોધી હસ્તગત કરી વિગતવારની પુછપરછ કરતા દિનેશભાઇએ ગુનાની કબુલાત આપેલ જે આધારે આરોપીને ગુનાના કામે આજરોજ ધોરણસર અટક કરવામાં આવેલ છે.

આરોપીની ગુનાના કામે વિગતવાર પુછપરછ કરતા આ કામના મરણ જનાર રોહીત કોળી અવાર નવાર આરોપીની ગેર હાજરીમાં તેની પત્ની સુમીત્રા ઉર્ફે કાળીની મશ્કરી કરી બીભસ્ત માગણીઓ કરતો હતો જે અંગે સુમિત્રાએ આરોપીને અગાઉ જાણ કરેલ હતી. ગત તા. 11ના રોજ રાત્રીના આશરે આઠેક વાગ્યે મરણ જનાર રોહિતભાઇ જીવાભાઇ કોળી આરોપી દિનેશભાઇ ગોવિંદભાઇ નાયકની ઝૂંપડી ખાતે આવેલ તે વખતે સુમિત્રા રસોઇ બનાવતી હતી અને આરોપી ઝુંપડીમા સુતો હતો ત્યારે મરણ જનારે સુમિત્રાની મશ્કરી કરી ચેન ચાળા કરેલ જેથી સુમિત્રાએ તેના પતીને કહેતા આરોપી અને મરણ જનાર વચ્ચે ઉગ્ર તકરાર થયેલ અને ગુસ્સામાં આવી આરોપીએ નીચે પડેલ ઇટો મરણ જનારના માથાના ભાગે મારતા મરણ જનાર નીચે પડી જતા આરોપીએ બાજુમાં પડેલ પથ્થર મરણ જનારના માથાના ભાગે મારેલ જેથી મરણ જનાર જમીન ઉપર તરફડીયા મારવા લાગેલ જેથી આરોપીએ બાજુમાં પડેલ શાકભાજી સુધારવાનું ચાકા વડે મરણ જનારનુ ગળુ રહેસી નાખી ખુન કરી પોતાના પરીવાર સાથે નાસી ગયેલ અને બીજા દિવસે ગુનો જાહેર થયેલ હતો. જે અનડીટેક્ટ હત્યાનો ગુનો માળીયા મીયાણા પોલીસે ડીટેક્ટ કરેલ છે.

આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ. એન.એચ.ચુડાસમા તથા એ.એસ.આઇ કનુભા રાણભા બળદા, પો.હેડ કોન્સ.રમેશભાઇ મહાદેવભાઇ ગોહીલ, ક્રિપાલસિંહ વનરાજસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, પો.કોન્સ સંજયભાઈ દીલીપભાઈ રાઠોડ, મહેન્દ્રસિંહ ભુપતસિંહ ચુડાસમા, લોકરક્ષક ભગીરથસિંહ વિજયસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા અને દેવન્દ્રસિંહ કરણસિંહ જાડેજા રોકાયેલ હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/