માળીયા: ચાર વર્ષથી ફરજ ઉપર હાજર ન થનારા પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ

0
220
/
મોરબી રિઝર્વ પીએસઆઇ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

મોરબી : હાલ મોરબી તાલુકાના માળીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને બાદમાં હેડ ક્વાટર્સ મોરબી ખાતે બદલી પામેલા આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા ચાર-ચાર વર્ષથી ફરજ ઉપર હાજર ન થતા અનેકાનેક નોટિસ બાદ રિઝર્વ પીએસઆઇ દ્વારા મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ હેડ કવાર્ટર મોરબી ખાતે ફરજ બજાવતા પીએસઆઇ ગોવીંદભાઇ મેણંદભાઇ ડાંગર દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આર્મ પોલીસ કોન્સ્ટેબલ ફતેસંગ તખતસંગ ગઢવી વિરુદ્ધ જી.પી.એકટ કલમ-૧૪૫(૩) મુજબ ગુન્હો નોંધાવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પોલીસ કોન્સ્ટેબલ ફતેસંગ તખતસંગ ગઢવી ગત તા.૨૬/૧૨/૨૦૧૭થી આજદિન સુધી નોટીશની બજવણી કરવા છતા કોઇ પણ પ્રકારની લેખીતમાં કે મૌખીકમાં જાણ કર્યા વગર પોતાના મનસ્વી પણે પોતાની ફરજ પર ગેરહાજર રહેલા હોવાનું જણાવાયુ છે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/