કુલ કી.રૂ. 2.88 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો
માળીયા (મી.) : તાજેતરમા મીયાણા પોલીસ દ્વારા 960 બોટલો વિદેશી દારૂ (કી.રૂ. 2,88,000)નો મુદ્દામાલ તથા મોબાઇલ નંગ 2 તથા મોટર સાયકલ મળી કુલ મુદ્દામાલ રૂ. 3,13,000નો ઝડપી પાડવામાં આવ્યો છે.
ગઈકાલે તા. 22ના રોજ માળીયા (મી.) પોલીસ સ્ટાફને મળેલ ચોકકસ બાતમીના આધારે નવાગામ ગામે રહેતા હનીફભાઇ મુરાદભાઇ કટીયા તથા યોગેશ રમેશભાઇ મોટર સાઇકલ સાથે વિદેશી દારૂની પેટી લઇને નવાગામથી રાયસંગપર તરફ નીકળતા હતા. તે વખતે તેને પકડી પાડતા આ દારૂની પેટી જુમા હૈદરભાઇ જેડાએ આપેલનું પોલીસને જણાવ્યુ હતું. તેને સાથે રાખી બીજો મુદ્દામાલ વિદેશી દારૂ નવાગામમાં રહેતા જાવેદ ગુલામભાઇ જેડાના મકાનની સામે વાડામાં ખાડો ખોદી ખાડામાં સંતાડેલ હતો.
જે ખાડો ખોદી ખાડામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો એપીસોડ ગોલ્ડ વ્હીસ્કી 750 મીલીની બોટલ નંગ 960 (કિ.રૂ. 2,88,000) તથા મોબાઇલ નંગ 2 (કિ.રૂ. 10,000) તથા મો.સા. 1ની (કિ.રૂ. 15,000) સાથે કુલ મુદામાલ 3,13,000 નો પકડી પાડવામાં આવ્યો છે. આ બનાવમાં આરોપીઓ હનીફભાઇ મુરાદભાઇ કટીયા (ઉ.વ. 21, રહે. નવાગામ), યોગેશભાઇ રમેશભાઇ ધામેચા (ઉ.વ. 21, રહે. ધરમનગર), જુમાભાઇ હૈદરભાઇ જેડા (રહે. નવાગામ) અને જાવેદ ગુલામભાઇ જેડા (રહે. નવાગામ) સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide