માળીયા : પ્રેમલગ્ન કરનાર બહેનના સસરાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારતો ભાઈ

0
222
/
મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી

માળીયા (મી.) : માળીયાના વર્ષોમેડી ગામે પ્રેમલગ્ન કરવા મામલે ખૂની ખેલ ખેલાયો હતો. પોતાની બહેને પ્રેમલગ્ન કરી લેતા ભાઈના મગજમાં ખૂન્નસ સવાર થયું હતું. ક્રોધિત થયેલા ભાઈએ પ્રેમલગ્ન કરનાર બહેનના સસરાને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બનાવ અંગે મૃતકના પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયાના દહીંસરા ગામે રહેતા ભરતભાઈ ગંગારામભાઈ વાઘેલા (ઉ.વ. 51) અને તેમના પત્ની ભાનુબેન સાથે બાઈકમાં ગઈકાલે માળીયાના વર્ષામેડી ગામે કોઈ કામસર ગયા હતા. ત્યારે માળીયાના વર્ષામેડી ગામે રહેતો દિનુભાઈ ઉર્ફે નિનુએ (ઉ.વ. 24) નામના શખ્સે જુના મનદુઃખનો ખાર રાખીને ભરતભાઇ વાઘેલાને છરીના ઘા ઝીંક્યા હતા. આ ખૂની હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભરતભાઈ વાઘેલાનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.

આ હત્યાના બનાવની જાણ થતાં માળીયા પીએસઆઇ ચુડાસમા સહિતના પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને આ બનાવની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મૃતકના પત્ની ભાનુબેન ભરતભાઇ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી દિનુભાઈ ઉર્ફે નીનુંની બહેને ભરતભાઈ વાઘેલાના દીકરા સાથે લવમેરેજ કર્યા હતા. આ બાબતનો ખાર રાખીને આરોપીએ પોતાની જ બહેનના સસરા ભરતભાઈને છરીના ઘા ઝીંકીને પતાવી દીધા હતા. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે હત્યાનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/