માળીયા (મી.) : હરીપર ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

0
76
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના હરીપર ગામમાં એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી છે.

ગઈકાલે તા. 7ના રોજ માળીયા (મી.) પાલીસ દ્વારા હરીપર ગામમાં સંગરીયાપિરની દરગાહની બાજુમા વોકળાના કાઠે બાવળના ઝૂંડમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી છે. આ સ્થળેથી ઇદ્રીશભાઇ હૈદરભાઇ કટીયા (ઉ.વ. ૨૨, ધંધો મજુરી, રહે માસુમપિરની દરગાહ બાજુમા) ગેરકાયદે પાસ, પરમીટ કે આધાર વગર દેશી પીવાનો દારુ ગાળવાની ચાલુ ડબલ બેરલની એવા બે બેરલની ભઠ્ઠીનો ગરમ આથો લીટર-૩૦૦, કિ.રૂ.૬૦૦/- તથા ઠંડા આથાના ૨૦૦ લીટરની ક્ષમતાવાળા બેરેલ નંગ-૭ તથા પ્લાના કાળા કલરના ૫૦૦ લીટરની ક્ષમતાવાળા ટાંકા નંગ ૩-મા ઠંડો આથો લીટર ૨૫૦૦, કિ.રૂ.૫૦૦૦/- તથા દેશી દારૂ લી-૪૦ કિ.રૂ.૮૦૦/- કુલ કિ.રૂ. ૬૪૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી ઇદ્રીશભાઇ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની ધોરણસરની અટકાયત કરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/