માળીયા (મી.)માં રહેણાંક મકાનમાંથી દેશી અને વિદેશી દારૂ પોલીસે ઝડપ્યો

0
53
/

માળીયા (મી.) :  તાજેતરમા માળીયા (મી.)માં રહેણાંક મકાનમાંથી દેશી અને વિદેશી દારૂ ઝડપાયો છે. આ કેસમાં બે શખ્સો સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

ગઈકાલે તા. 18ના રોજ માળીયા (મી.)માં મકાનમાં રાખેલ ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર દેશી પીવાનો દારુ લીટર 80 (કિ.રૂ. 1600)નો તથા ઇગ્લીશ દારૂની બોટલ નંગ-3 (કિ.રૂ.-900)નો મળી કુલ કિ.રૂ. 2500ના મુદ્દામાલ સાથે આરોપી તાજમહમદ કરીમભાઇ સંધવાણીને પકડી પાડવામાં આવ્યો છે. તેમજ પોલીસની રેઇડ દરમિયાન આરોપી અલીમામદ ગુલામમયુદીન સંધવાણી હાજર ન હોવાથી હાલમાં પોલીસે તેને પકડવા તજવીજ પણ હાથ ધરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/