માળીયા (મી.) : નવા ગામમાં ટ્રક પરથી પડી જતા મજૂરનું મોત

0
38
/

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના નવા ગામમાં એક મજૂર ટ્રક પરથી પડી ગયા હતા. જેના કારણે ઇજા પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

રાજકોટ તાલુકાના બેડી ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા 22 વર્ષીય કમલેશભાઇ છગનભાઇ ડામોર માળીયા (મી.) તાલુકાના નવા ગામ ખાતે આવ્યા હતા. ત્યારે પોતાના ટ્રક નં. GJ-24-X-0719 વાળીમાં રેતી ભરી ટ્રક ઉપર તાલપત્રી સરખી કરવા જતા ટ્રક પરથી પડી ગયા હતા. તેથી, તેઓને માથામાં તથા હાથમાં ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે માળીયા (મી.) પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/