માળીયા મીયાણા પોલીસે મનોવિકલાંગ સગીરાનું પરીવાર સાથે પુન: મિલન કરાવ્યું

0
85
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
દાહોદમાં ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ રખડતી ભટકતી મળી આવેલી સગીરા પ્રત્યે પોલીસનો માનવીય અભિગમ

માળીયા : હાલ દાહોદમાં ઘરેથી કોઈને કહ્યા વગર મનોવિકલાંગ સગીરા નીકળી ગયા બાદ માળીયા નજીક રખડતી ભટકતી હાલતમાં મળી આવતા આ સગીરા પ્રત્યે માળીયા પોલીસે માનવીય અભિગમ કેળવી તેના માતાપિતાનો પત્તો મેળવ્યો હતો અને આ સગીરાનું પોલીસે તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવીને પોલીસ પ્રજાની સાચી હમદર્દ હોવાનું પુરવાર કર્યું હતું.

મોરબી જિલ્લામાં ગુમ થનાર બાળકીને શોધવાની સુચનાના અનુસંધાને માળીયા પોલીસ સ્ટાફ આ દિશામાં પ્રયત્નશીલ હતો. તે દરમ્યાન ગઇકાલ માળીયા પોલીસ સ્ટાફ પેટ્રોલીગમા હતો. ત્યારે માળીયા નજીક આવેલ શહેનશાહ વલીના પાટીયા પાસેથી મનીષાબેન શંકરભાઇ બજાણ (ઉ.વ.૧૭ રહે નારતોડ, તા-દેવગઢ બારીયા જી.દાહોદ) નામની સગીરા રખડતી ભટકતી મળી આવી હતી. પણ તે અસ્થિર મગજની હોવાથી આજથી વીસેક દિવસ પહેલા પોતાના વતનમાં કોઇને કહ્યા વગર નીકળી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેના પિતાનો સંપર્ક કરીને તેના પિતા શંકરભાઇ મથુરભાઇ બજાણ (ઉ.વ.૪૬ રહે.નારતોડ, તા-દેવગઢ બારીયા જી.દાહોદ)ને માળીયા પો.સ્ટે. ખાતે બોલાવી તેના પિતાને સગીરાને પરત સોંપી ખોવાઇ ગયેલ સગીરાને તેના પરીવાર સાથે પુનઃમિલન કરાવી મીયાણા પોલીસે માનવીય અભીગમ દાખવ્યો હતો.આ કામગીરી માળીયા પોલીસ સબ ઇન્સ. એન.એચ.યુડાસમા, પો.હેડ.કોન્સ કીપાલસિંહ યાવડા, પો.હેડ કોન્સ ગીરીશાભાઇ મારૂણીયા, પો.કોન્સ રાહુલભાઇ ડાંગર, મુકેશભાઇ વાસાણી તથા કીશોરભાઇ રૈયા અને મોસીનભાઇ સહિતના સ્ટાફે કરી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/