[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજે માળીયાની અણિયારી ચોકડી પાસે ભુજ આર્મીના જવાનોની સાથે કેન્ટીનનો સમાન ભરેલો ટ્રક પલ્ટી મારી ગયો હતો. આ ઘટનામાં બે આર્મીના જવાનોને ઇજા થઇ હતી.કેન્ટીનનો સમાન લઈને પરત ભુજ તરફ જતી વખતે અકસ્માત નડ્યો હતો
માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ભુજ ખાતે આવેલી આર્મીની છાવણીના આર્મીના જવાનો આજે આર્મીના ટ્રક લઈને કેન્ટીનનો સમાન લેવા ધ્રાગંધ્રા તરફ ગયા હતા અને ત્યાંથી આર્મીના જવાનોની એક ટુકડી કેન્ટીનનો સામાન લઈને પરત ટ્રકમાં ભુજ તરફ આવી રહ્યા હતા. આજે બપોરે માળિયાના અણિયારી ટોલનાકા પાસે પહોંચતા આર્મીના જવાનો સાથેના ટ્રકના ડ્રાઈવરે અચાનક કોઈ કારણોસર ટ્રક પરથી કાબુ ગુમાવતા આ ટ્રક પલ્ટી મારી ગયો હતો અને બે જવાનોને સામન્ય ઇજા થઇ હતી. આ બનાવની જાણ થતાં માળીયા પોલીસના વિજયભાઈ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. બીજી તરફ ભુજ આર્મી કેમ્પમાં આ બનાવની જાણ ઘટ આર્મીની ક્રેઇન સાથે ઘટનાસ્થળે સ્ટાફ દોડી ગયો હતો અને ટ્રકને બહાર કાઢી સલામત રીતે ફરી રવાના કરવાની તજવીજ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide