પીપળીયા ચાર રસ્તા પાસે સર્જાયો અકસ્માત
મોરબી : આજે માળીયા નજીક પીપળીયા ચાર રસ્તા પાસે બાઈક અને છકડો રીક્ષા વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મિયાણા તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે અને નાના દહીંસરા ગામના પાટિયા નજીક આજે એક બાઈક અને છકડો રીક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં વાઘેલા ભરતભાઈ નાનુભાઈ (રહે માળીયાના બગસરા ગામ) ને ગંભીર ઇજા થતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે તેમના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide