માળિયા : ન્યુ નવલખીના રહીશો દ્વારા મતદાનનો બહિષ્કાર!!

0
75
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

આજે માળિયાના ન્યુ નવલખીમાં મતદારોએ આજે મતદાનનો બહિષ્કાર કર્યો હતો
માળિયાના ન્યુ નવલખીના જુમાવાડી વિસ્તારના રહેવાસીઓએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો હાથમાં બેનર લઈને મતદાન બહિષ્કારનો નિર્ણય કર્યો હતો જેમાં લખવામાં આવ્યું છે કે ન્યુ નવલખી ગામે વસતા ગરીબ અને અભણ મજુરી કરીને ગુજરાન ચલાવતા લોકોને ઘણા વર્ષોથી ગ્રામ પંચાયત અલગ આપવામાં આવેલ નથી ઉપરાંત ન્યુ નવલખીમાં પાણી ભરાઈ જતું હોય તેના નિકાલની પણ વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેથી આજે મતદાનનો સામુહિક બહિષ્કાર કરીએ છીએ ઉલ્લેખનીય છે કે માળિયા પછાત વિસ્તાર છે અને અહી પ્રાથમિક સુવિધાઓ અને પાયાના પ્રશ્નો પણ જોવા મળે છે ત્યારે મતદારોએ આજે મતદાનના દિવસે રોષ પ્રગટ કરીને મતદાન બહિષ્કાર કરેલ હતો.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/