માળીયા : હાલ માળીયા મીયાણામાં ભૂગર્ભ ગટરની અધુરી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા બાબતે નગરપાલિકા પ્રમુખ હારુન સંઘવાણી દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.
આ રજુઆતમાં જણાવાયું છે કે માળીયા (મી.)માં નગરપાલિકા હેઠળ આવતા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજના અન્વયે કામગીરી કરેલ છે. તેમાં ઘણી ક્ષતિઓ છે. અને ગટરની કામગીરી પણ અધૂરી છે. આથી, ગટર ઉભરાતાં ગંદકી થાય છે. તો ભૂગર્ભ ગટરની અધૂરી કામગીરી તાકીદે પૂર્ણ કરવામાં આવે. નહીં તો ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide